ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ શ્રીલંકાની ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી શ્રીલંકાને જીત માટે 210 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટનો પીછો કરવા માટે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન મિચેલ માર્શ અનેડેવિડ વોર્નર ક્રીઝ પર આવ્યા છે.
શ્રીલંકાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાની ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 210 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાએ 67 બોલમાં 61, કુસલ પરેરાએ 82 બોલમાં 78, કુસલ મેન્ડિસે 13 બોલમાં 9, સદિરા સમરવિક્રમાએ 8 બોલમાં 8, ધનંજય ડી સિલ્વાએ 13 બોલમાં 7,ડુનિથ વેલ્લાલાગેએ 9 બોલમાં 2, ચમિકા કરુણારત્નેએ 11 બોલમાં 2, મહેશ તીક્ષ્ણાએ 5 બોલમાં શૂન્ય અને લાહિરુ કુમારાએ 8 બોલમાં 4 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ, પેટ કમિન્સે 7 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ અને એડમ ઝમ્પાએ 8 ઓવરમાં 47 રન આપીને 4 વિકેટ અને ગ્લેન મેક્સવેલે 9.3 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચ વરસાદના ાકરણે સ્થગિત કરવામાં આવી હતી. જો કે, હવે વરસાદ બંધ થયો છે. જેથી ફરી મેચ શરૂ કરવામાં આવી છે. આ મેચમાં એક પણ ઓવર ઘટાડવામાં આવી નથી.જેથી 50 ઓવરની રમત રમવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પણ ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાને 152 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર પથુમ નિસાંકા 67 બોલમાં 61 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે કુસલ પરેરા 77 બોલ પર 76 રન કરીને અને કેપ્ટન કુસલ મેન્ડિસ 6 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામા આવે તો. કેપ્ટન પેટ કમિન્સે 5 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મિચેલ સ્ટાર્કે 5 ઓવરમાં 29, જોશ હેઝલવુડે 5 ઓવરમાં 33, ગ્લેન મેક્સવેલે 5 ઓવરમાં 24 , એડમ ઝમ્પાએ 3 ઓવરમાં 22 અને માર્કસ સ્ટોઈનિસે 2 ઓવરમાં 11 રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં શ્રીંલકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પથુમ નિસાંકા અને કુસલ પરેરા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે
ICC વનડે વર્લ્ડકપ 2023ની 14મી મેચ આજે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે શ્રીલંકાએ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ લખનઉના એકાના સિટીમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા અત્યાર સુધી વર્લ્ડકપની 2-2 મેચ રમ્યા છે. આ બંને મેચમાં બંને ટીમની હાર થઈ છે. જેથી આજે કઈ ટીમ પોતાની પ્રથમ મેચ જીતશે, તે જોવું દિલચસ્પ રહેશે.
પાંચ વખતની વર્લ્ડકપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે ICC વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. ઓસ્ટ્રેલિયાની તેની પ્રથમ મેચમાં યજમાન ભારત સામે હાર્યા બાદ બીજી મેચ સાઉથ આફ્રિકા સામે હારી હતી, ત્યારે પેટ કમિન્સના નૈતૃત્વવાળી શ્રીલંકાની ટીમ આજે શ્રીલંકા વિરુદ્ધ મેચ રમશે. શ્રીલંકાની ટીમ પણ પોતાના વર્લ્ડકપ અભિયાનની બંને મેચ હારીને આજે ત્રીજી મેત રમવા મેદાને ઉતરશે.
ઓસ્ટ્રેલિયા ટીમનું એનાલિસિસ
ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામેની ટીમમાં ફેરફાર કર્યા અને કેમેરુન ગ્રીનના સ્થાને માર્કસ સ્ટોઈનિસને સામેલ કર્યો હતો. સાથે જોશ ઈંગ્લિશને વિકેટકીપર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર તેના નામ પ્રમાણે બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો કે, તેના બોલરોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.
શ્રીલંકા ટીમનું એનાલિસિસ
ઈજામાંથી પરત ફરી રહેલા મહેશ તીક્ષ્ણાએ પાકિસ્તાન સામે પોતાની શાનદાર સ્પિન બતાવી હતી. શ્રીલંકાના બાકીના બોલરો તેમની લય શોધવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. હવે કેપ્ટન દાસુન શનાકા ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર છે. તેના સ્થાને હવે ટીમની કમાન કુસલ મેન્ડિસના હાથમાં રહેશે.
ઓસ્ટ્રેલિયા-શ્રીંલકા હેડ ટૂ હેડ
આ બંને વચ્ચે 103 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાની 63 મેચમાં અને શ્રીલંકાની 36 મેચમાં જીત થઈ છે. જેથી હવે આજે કઈ ટીમ જીતીને પોતાના વર્લ્ડકપ અભિયાનની પ્રથમ મેચ જીતશે, તે જોવું દિલચસ્પ રહેશે
પિચ રિપોર્ટ
એકાના સ્ટેડિયમની પીચ ધીમી રમત માટે જાણીતી છે. સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે. બેટ્સમેનો માટે અહીં રન બનાવવા સરળ નથી. તાજેતરમાં આ મેદાનમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ 300થી વધુ રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 200 રનની અંદર ઓલઆઉટ થઈ હતી. લખનઉના આ મેદાનમાં 10 વનડે મેચ રમાઈ છે. જેમાં બીજા નંબરે બેટિંગ કરનારી ટીમ 7 વખત જીતી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ઓસ્ટ્રેલિયા- મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટિવ સ્મિથ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
શ્રીલંકા-પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સાદિરા સમરવિક્રમા (વિકેટકીપર), ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, ડુનિથ વેલ્લાલાગે, મહેશ તીક્ષ્ણા, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા.