• ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
  • ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાના બોલરનો દબદબો
  • ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણ ફેલ થયો

ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ 2023ની બીજી મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમી રહ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ ખૂબ જ નબળી જોવા મળી છે. ખાસ કરીને ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. ત્રણેય ટોપ ઓર્ડરના બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યા નથી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા 312 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ ટીમની બેટિંગ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી છે.

ટોપ ઓર્ડર ન અપાવી શક્યો સારી શરૂઆત

ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. માર્શ છઠ્ઠી ઓવરના 5માં બોલ પર 27 રનના સ્કોર પર 7 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનરને આફ્રિકન ફાસ્ટ બોલર માર્કો જેન્સને આઉટ કર્યો છે. જે બાદ બીજી જ ઓવરની અંતિમ બોલ પર બીજા ઓપનર ડેવિડ વોર્નર આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ વોર્નરનો કેચ કર્યો છે.

સ્ટિવ સ્મિથ 19 રનમાં આઉટ

ત્રીજા નંબર પર આવેલો સ્ટિવ સ્મિથ 16 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો છે. સ્મિથે 10મી ઓવરના અંતિમ બોલ પર પોતાની વિકેટ ગુમાવી બતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને 50 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો.

ભારત વિરુદ્ધ પણ ટોપ ઓર્ડરે નહતું કર્યું ખાસ પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડકપની પોતાની પ્રથમ મેચ ચેન્નાઈમાં ભારત સામે રમી હતી. પ્રથમ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર ફેલ થયો હતો. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથે 46 અને ડેવિડ વોર્નરે 41 રનની ઈનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. સ્મિથ અને વોર્નર સ્પિનર્સની જાળમાં ફસાયા હતા, જ્યારે માર્શનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના હાથે કેચ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર વર્લ્ડકપમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે.

  • Follow us on: