- પાથુમ નિસંકા-કુસલ પેરેરાએ બનાવ્યો રેકોર્ડ
- ઓપનર જોડીએ પ્રથમ વિકેટ માટે 125 રનની પાર્ટનરશિપ કરી
- ઓસ્ટ્રેલિયા સામે કારનામું કરનારી ચોથી જોડી બની
વનડે વર્લ્ડકપની 14મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા અને કુસલ પરેરાએ સદીની પાર્ટનરશિપ કરીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. નિસાંકા અને પરેરાએ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે સંયુક્ત રીતે ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ કરી છે.
130 બોલમાં 125 રનની પાર્ટનરશિપ
મેચમાં નિસાંકા અને પરેરાએ પ્રથમ વિકેટ માટે 130 બોલમાં 125 રનની પાર્ટનરશિપ કરી હતી. તેની ઈનિંગ્સમાં નિસાંકાએ 8 ફોરની મદદથી 67 બોલમાં 61 અને કુસલ પરેરાએ 12 ફોરની મદદથી 82 બોલમાં 78 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સૌથી મોટી પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ મહેલા જયવર્ધને અને સી સિલ્વાના નામે છે. જેમણે 2007ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી વિકેટ માટે 140 રનની પાર્ટનરશિપ કરી હતી.
ચોથા સ્થાને કુસલ પરેરા અને પથુમ નિસાંકાનું નામ
આ યાદીમાં બીજા નંબર પર તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારા છે. જેમણે 2015 વનડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે બીજી વિકેટ માટે 130 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ ત્રીજો નંબર એ.ડી. સિલ્વા અને એ.ગુરુસિન્હાનો આવે છે. જેમણે 1996ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વિકેટ માટે 125 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ ચોથા સ્થાને કુસલ પરેરા અને પથુમ નિસાંકાનું નામ આવે છે.
વનડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા માટે સૌથી મોટી પાર્ટનરશિપ
140 રન - મહેલા જયવર્ધને અને સી સિલ્વા, સેન્ટ જ્યોર્જ 2007 (ચોથી વિકેટ માટે)
130 રન- તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારા, સિડની 2015 (બીજી વિકેટ માટે)
125 રન- એ ડી સિલ્વા અને એ ગુરુસિન્હા, લાહોર 1996 (ત્રીજી વિકેટ માટે)
125 રન- પથુમ નિસાંકા અને કુસલ પરેરા, લખનઉ 2023* (પ્રથમ વિકેટ માટે)