• આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ
  • વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 11 વખત ટકરાયા
  • બંને ટીમો તેની પ્રથમ બે મેચ હારી છે

વર્લ્ડકપની 14મી મેચ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાશે. લખનૌમાં બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચમાં બંને ટીમો માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્લ્ડકપમાં બંને ટીમો બે-બે મેચ રમી ચૂકી છે પરંતુ હજુ સુધી આ ટીમોની જીતનું ખાતું ખૂલ્યું નથી. આવી સ્થિતિમાં, આજની મેચમાં જીત બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બંને ટીમો પ્રથમ મેચ હારી

ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચમાં ભારત સામે હારી ગયું હતું, જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિાયાને સાઉથ આફ્રિકાએ હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા આ બંને મેચ એકતરફી રીતે હારી ગયું હતું. બીજી તરફ શ્રીલંકાને પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ અને બીજી મેચમાં પાકિસ્તાનએ પરાજય આપ્યો હતો.

હેડ ટૂ હેડ રેકોર્ડ

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 11 વખત ટકરાયા છે. આમાં ઓસ્ટ્રેલિયા 8 વખત જીત્યું છે. શ્રીલંકાએ બે મેચ જીતી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. શ્રીલંકાની ટીમ છેલ્લા સાત વર્લ્ડકપ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નથી. શ્રીલંકાએ છેલ્લે 1996માં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 102 ODI મેચ રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 63 અને શ્રીલંકાએ 35 મેચ જીતી છે. 4 મેચ અનિર્ણિત રહી છે.

ઓસ્ટ્રેલિયાનો કેચની ટકાવારી ખરાબ

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર માટે ધનંજય ડી સિલ્વા મોટો પડકાર સાબિત થઈ શકે છે. ધનંજયાએ વનડે ક્રિકેટમાં 4 વખત વોર્નરને શિકાર બનાવ્યો છે. જો ડેવિડ વોર્નર આજે 40 રન બનાવી લે છે તો તે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવવાના મામલે ગિલક્રિસ્ટને પાછલ છોડીને બીજા નંબરનો બેટ્સમેન બની જશે. એડમ ગિલક્રિસ્ટે 1085 રન બનાવ્યા છે. આ .યાદીમાં 1743 રન સાથે રિકી પોન્ટીંગ પ્રથમ નંબરે છે. આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની કેચની ટકાવારી સૌથી ખરાબ છે. ઓસ્ટ્રેલિયાએ 14 કેચમાંથી 6 કેચ છોડ્યા છે. વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે મિચેલ સ્ટાર્ક 5માં નંબર પર છે. તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર પણ છે. 

  • Follow us on: