• વર્લ્ડકપ 2023માં મેન્કાન્ડિંગ ચર્ચામાં આવ્યું
  • ઓસ્ટ્રેલિયાના બોલરે ન કર્યું મેન્કાન્ડિંગ
  • કુસલ પરેરાને જીવનદાન આપીને લોકોનું દિલ જીત્યું

ICC વર્લ્ડકપ 2023માં પ્રથમ જીતની શોધ કરી રહેલી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બંને ટીમ માટે ખુબ ખાસ છે. આજે જે ટીમ હારશે, તેનો આગળનો સફર મુશ્કેલ થઈ જશે, ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિચેલ સ્ટાર્કે શ્રીલંકાના બેટ્સમેનનો મોટી ચેતવણી આપી છે. સ્ટાર્કે શ્રીલંકાના બેટ્સમેન કુસલ પરેરાને મેન્કાન્ડિંગ ન કરીને ચેતાવણી આપી છે. આવું કરીને સ્ટાર્કે તમામના દિલ જીતી લીધા છે.

ક્રીઝથી બહાર ગયો હતો કુશલ પરેરા

મિચેલ સ્ટાર્ક બોલિંગ કરવા આવ્યો ત્યારે નોન-સ્ટ્રાઈક એન્ડ પર રહેલો કુશલ પરેરા ક્રિઝની બહાર ગયો હતો. પછી સ્ટાર્ક રોકાયો, પરંતુ તેમણે મેન્કાન્ડિંગ કર્યું નહીં. આનાથી પરેરાને મોટું જીવનદાન મળ્યું હતું. સ્ટાર્કે પરેરાને વર્લ્ડકપની એવી મેચમાં જીવનદાન આપ્યું છે, જે જીત ઓસ્ટ્રેલિયા અને શ્રીલંબા બંને માટે ખુબ જરૂરી છે. આ પછી પરેરાએ આ મેચમાં શાનદાર ઇનિંગ રમી અને માત્ર 82 બોલમાં 78 રન બનાવ્યા હતા.

https://www.instagram.com/reel/CydFXTHPyce/?utm_source=ig_embed&ig_rid=6632b16e-3ab7-4ab5-9cb5-a56c60439408


શ્રીલંકા માટે મુશ્કેલી

વર્લ્ડકપની 14મી મેચ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી, પરંતુ પરેરાના આઉટ થયા બાદ ટીમ થોડી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું હતું. આ મેદાન પર 300નો આંકડો પાર ન થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે અને શ્રીલંકાની ટીમ માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ છે.

  • Follow us on: