• ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • મેચ દરમિયાન મોટી દુર્ઘટના બનતાં અટકી

લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ફેન્સ માંડ-માંડ બચ્યા છે. આ બંને ટીમ વચ્ચે લખનઉમાં વર્લ્ડકપની 14મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. જેના કારણે દર્શકો હેરાન થયા છે. હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફેન્સ માંડ-માંડ બચ્યા હોય, તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ભારે પવનના કારણે સ્ટેન્ડ્સમાં મોટો બોર્ડ ધરાશાયી થયો છે. જેના કારણે આસપાસ ઉભેલા દર્શકો માંડ-માંડ પોતાનો જીવ બચાવે છે.


ફેન્સને અન્ય જગ્યાએ બેસવાનું કહેવામાં આવ્યું

ફેન્સ આ બેનર ધરાશાયી થયા બાદ ગભરાયેલા જોવા મળે છે અને સ્ટેડિયમમાં અફરા-તફરી જોવા મળે છે. જે બાદ દર્શકોને બીજી જગ્યાએ બેસવા માટે કહેવામાં આવતું હોય,તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. મેચની બીજી ઈનિંગ વરસાદ અને પવનના કારણે મોડી શરૂ થઈ છે, જ્યારે પ્રથમ ઈનિંગમાં પણ વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

શ્રીલંકાની ટીમ 209 રન પર ઓલઆઉટ

ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ કરવા આવેલા કુસલ મેન્ડિસે 12 ફોરની મદદથી 82 બોલમાં 78 અને પાથુમ નિસંકાએ 8 ફોરની મદદથી 67 બોલમાં 61 રન બનાવ્યા હતા. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 130 બોલમાં 125 રનની પાર્ટનરશિપ કરી હતી. જો કે, શ્રીલંકાના બીજા કોઈ બેટ્સમેન કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. નંબર 5 પર બેટિંગ કરવા આવેલા ચરિથ અસલંકાએ 1 સિક્સ સાથે 39 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ટીમના 8 ખેલાડી ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શક્યા નહતા.

  • Follow us on: