• બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયા 9/195, ન્યૂઝીલેન્ડ 82માં ઓલઆઉટ
  • એડમ ઝમ્પાએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી
  • સ્ટાર્કે 12 રનમાં બે વિકેટ ઝડપી, 45 બોલમાં 38 રન બનાવ્યા

મિચેલ સ્ટાર્કના ઓલરાઉન્ડ પ્રદર્શન અને એડમ ઝમ્પાએ ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 133 રનથી પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી.


ન્યૂઝીલેન્ડ માત્ર 82 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 195 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ 33 ઓવરમાં 82 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. વન-ડેમાં આ તેનો છઠ્ઠો લોએસ્ટ સ્કોર રહ્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં વિલિયમ્સનના 17 તથા સાન્તેનરના 16 રન મુખ્ય રહ્યા હતા. સ્ટાર્કે 12 રનમાં બે વિકેટ ઝડપવા ઉપરાંત 45 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. ઝમ્પાએ 35 રનમાં પાંચ વિકેટ ખેરવી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં સ્ટિવ સ્મિથે 94 બોલમાં 61 રન બનાવ્યા હતા અને તેની વન-ડે કારકિર્દીની ત્રીજી સૌથી ધીમી અડધી સદી હતી. ટ્રેન્ટ બાઉલ્ટે 38 રનમાં ચાર તથા મેટ હેનરીએ 33 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.

  • Follow us on: