• ICCએ તમામ 16 ટીમની વોર્મ-અપ મેચનો કાર્યક્રમ જાહેર કર્યો
  • ભારત 17મી અને 19મી ઓક્ટોબરે વોર્મ-અપ મેચ રમશે
  • ભારત આ બન્ને મેચ બ્રિસબેનના ગાબામાં રમશે

ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષે રમનારા ICC T20 વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમ પોતાની પૂર્વતૈયારી માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે અનુક્રમે 17મી અને 19મી ઓક્ટોબરે વોર્મ-અપ મેચ રમશે. ભારત આ બન્ને મેચ બ્રિસબેનના ગાબામાં રમશે. ICCએ T20 વર્લ્ડકપમાં રમનાર તમામ 16 ટીમની વોર્મ-અપ મેચનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પ્રેક્ટિસ મેચોમાં સમર્થકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.


ક્વોલિફાઇંગ રમનાર ટીમો બે પ્રેક્ટિસ મેચ રમશે

મેલબોર્ન પ્રથમ તબક્કામાં રમનારી ટીમોની યજમાની 10મીથી 13મી ઓક્ટોબર સુધી કરશે. બ્રિસબેન અને એલન બોર્ડર ફિલ્ડ સુપર-12 તબક્કામાં રમાનાર ટીમોની પ્રેક્ટિસ મેચોની 17મીથી 19મી ઓક્ટોબર સુધી યજમાની કરશે. પ્રથમ પ્રેક્ટિસ મેચ 2012 અને 2016ની ચેમ્પિયન વિન્ડીઝની ટીમ 10મી ઓક્ટોબરે જંક્શન ઓવલ ખાતે યુએઇ સામે રમશે. ક્વોલિફાઇંગ રાઉન્ડ રમનાર પ્રત્યેક ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ 18મી ઓક્ટોબરે આમનેસામને થશે. શ્રીલંકા પોતાની બે વોર્મ-અપ મેચ મેલબોર્ન ખાતે 10મી અને 13મીએ રમશે. શ્રીલંકા અને નામિબિયા વચ્ચે 16મી ઓક્ટોબરે રમાનારી મેચ સાથે ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે.

  • Follow us on: