- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ
- પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની થઈ છે જીત
- ઓસ્ટ્રેલિયા માટે આજની મેચ કરો યા મરો સમાન
2023 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવનારી ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ મેચની T20 સીરિઝમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. વર્લ્ડકપ બાદથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે ત્રીજી T20 આજે ગુવાહાટીમાં રમાવાની છે. આ પહેલા કાંગારુઓએ પોતાની ટીમમાં 6 મોટા ફેરફાર કર્યા છે.
સ્ટિવ સ્મિથ અને એડમ ઝાામ્પા ઓસ્ટ્રેલિયા પરત ફર્યા
મળતી માહિતી મુજબ, ત્રીજી T20 પહેલા સિનિયર બેટ્સમેન સ્ટિવ સ્મિથ અને લેગ સ્પિનર એડમ ઝમ્પા સ્વદેશ પરત ફર્યા છે, જ્યારે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને સીન એબોટ આવતીકાલે એટલે કે બુધવારે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. આવી સ્થિતિમાં ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તે અનુમાન લગાવવું કોઈના માટે સરળ નથી.
ક્રિસ ગ્રીન ચોથી T20માં ટીમમાં જોડાશે
ઓસ્ટ્રેલિયન સિલેક્ટર્સે સ્વદેશ પરત ફરતા ખેલાડીઓની બદલીની જાહેરાત કરી છે. બેન મેકડર્મોટ અને જોશ ફિલિપ પહેલાથી જ ટીમ સાથે છે. બંને ત્રીજી T20 માટે પણ ઉપલબ્ધ રહેશે. બેન દ્વારશુઈસ અને ક્રિસ ગ્રીન રાયપુરમાં ચોથી T20 પહેલા ટીમ સાથે જોડાશે.
ટ્રેવિસ હેડ હજુ એક પણ મેચ રમ્યો નથી
ટ્રેવિસ હેડ જેમણે થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ફાઇનલ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વિશ્વકપ વિજેતા ટીમનો એકમાત્ર ખેલાડી હશે જે બાકીની T20 સીરિઝ માટે ભારતમાં રહેશે. જો કે, હેડ હજુ સુધી આ સીરિઝમાં કોઈ મેચ રમ્યો નથી.
ત્રીજી T-20 મેચ માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, મેથ્યૂ શોર્ટ, જોશ ફિલિપસ, બેન મેકડરમટ, આરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ(કેપ્ટન અને વિકેટકીપર), તનવીર સાંઘા, જેસલ બેહરનડાર્ફ, નાથન એલિસ અને કેન રિચર્ડસન