• આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ
  • બંને ત્રીજી T20 મેચ માટે આવશે આમને-સામને
  • પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની થઈ છે જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝની ત્રીજી મેચ આસામના ગુવાહાટી શહેરમાં રમાશે. આ બંને ટીમો અહીંના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. આ મેચ મંગળવારે (28 નવેમ્બર) સાંજે 7 વાગ્યે શરૂ થશે.

બારસાપારામાં અત્યાર સુધી 3 મેચ રમાઈ

આ મેદાન પર અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. જેમાં મેચમાં ટાર્ગેટનો પીછો કરનારી ટીમની જીત થઈ છે, જ્યારે બીજી એક મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે. અહીં રમાયેલી 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

આ મેદાનમાં ઓસ્ટ્રેલિયાએ એક વખત ભારતને આપી માત

અહીં ટીમ ઈન્ડિયાના રેકોર્ડની બરાબરી થઈ છે. આ મેદાન પર તેને એક જીત અને એક હાર મળી છે. ખાસ વાત એ છે કે અહીં એક વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચ રમાઈ છે. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.

એક મેચનો સ્કોર 200+ રનનો થયો

અહીં જે 2 મેચનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તેની પિચમાં ઘણો તફાવત છે. અહીં એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને માત્ર 118 રનમાં ઓલઆઉટ કર્યું હતું, જ્યારે બીજી મેચમાં બંને ઈનિંગનો સ્કોર 200+ રનનો થયો હતો.

ક્યાં જોઈ શકાશે મેચ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ 'સ્પોર્ટ્સ-18' અને 'કલર્સ સિનેપ્લેક્સ' ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિઓ સિમેમા એપ પર ઉપલબ્ધ થશે.

સીરિઝમાં 2-0થી આગળ છે ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ 5 મેચની આ T20 સીરિઝમાં 2-0થી આગળ છે. સીરિઝની પ્રથમ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયાને એક બોલ બાકી રાખીને હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં ગુરુવારે (23 નવેમ્બર) રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. જે બાદ તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવ્યા અને જવાબમાં કાંગારૂ ટીમ 191 રન જ બનાવી શકી હતી. હવે બંને વચ્ચે આગામી મેચ આવતીકાલે રમવામાં આવશે.

  • Follow us on: