- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T-20 મેચમાં ભારતની 44 રને જીત
- યશસ્વી જયસ્વાલને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ
- ખિતાબ લેવા સમયે જયસ્વાલે પ્રથમ મેચની પોતાની ભૂલ સ્વીકારી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T-20 મેચ તિરુવનંતપુરમમાં રમવામાં આવી હતી. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીત પાસે જવા પણ દીધું નહતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર ટોસ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ ભારતે T-20 ફોર્મેટમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતે 20 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા માત્ર 191 રન બનાવી શક્યું હતું. આ પ્રકારે ભારતે બીજી મેચમાં 44 રને જીત મેળવી હતી. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ યશસ્વી જયસ્વાલને આપવામાં આવ્યો હતો. જયસ્વાલે શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાને ગેમની બહાર કર્યું હતું. જયસ્વાલે માત્ર 25 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. જેમાં 9 ફોર અને 2 સિક્સ સામેલ હતી. આ ઉપરાંત જયસ્વાલે ફીલ્ડિંગમાં પણ 2 કેચ કર્યા હતા.
જયસ્વાલે ઋતુરાજને કહ્યું સોરી
યશસ્વીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા બાદ પ્રથમ T-20 મેચમાં કરેલી ભૂલનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે, તેણે ભૂલ બાદ ઋતુરાજને સોરી કહ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી પ્રથમ T-20 મેચમાં જયસ્વાલે એક શોટ રમ્યો હતો અને 2 રન લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ રન પૂર્ણ કર્યા બાદ તેણે બીજા રન માટે ઋતુરાજને કોલ આપ્યો હતો જે બાદ તે રન દોડ્યો નહતો. જેના કારણે ગાયકવાડ રનઆઉટ થયો હતો.
જયસ્વાલે પોતાની ભૂલ સ્વીકારી
યશસ્વીએ બીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લીધા બાદ કહ્યું કે, હું હજુ શિખી રહ્યો છું. ગત મેચમાં તે મારી ભૂલ હતી અને મેં ઋતુરાજને સોરી કહ્યું હતું. મેં મારી ભૂલનો સ્વીકાર કર્યો હતો. ઋતુભાઈ સારા છે. મેં મારી ફિટનેસ પર પણ ખુબ કામ કર્યું છે. હું મારા શોટ્સને ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું માનસિક સ્તિતિ પર પણ કામ કરી રહ્યો છું.
VVS અને સૂર્યાએ યશસ્વીને શું કહ્યું?
આ ઉપરાંત યશસ્વીએ બીજી મેચમાં રમેલી પોતીન શાનદાર ઈનિંગ અંગે કહ્યું કે, આ ઈનિંગ માટે માટે ખુબ ખાસ હતી. મેં દરેક શોટને રમવાનો પ્રયાસ કર્યો હતો. નિર્ડર થઈને રમવાનો પ્રયાસ કર્યો હતો. હું મારા નિર્ણયને લઈ કન્ફર્મ હતો. મને સૂર્યા ભાઈ અને VVS સરએ કહ્યું હતું કે, તમે જાવ અને બિલ્કુલ ફ્રી થઈને રમજો. મને ખુલીને રમવાનું કહેવામાં આવ્યું હતું.