- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T-20 મેચમાં ભારતની જીત
- ભારતે સીરિઝમાં 2-0ની મેળવી લીડ
- મેચ બાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ સૂર્યા પર આપી પ્રતિક્રિયા
સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ભારતે સતત બે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ ટી-20 સીરિઝની બંને મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતે બીજી મેચ 44 રને જીતી લીધી હતી. મેચ બાદ પ્રસિદ્ધ કૃષ્ણે સૂર્યાના વખાણ કર્યા હતા. કૃષ્ણાએ કહ્યું કે, સૂર્યકુમાર ટીમના દરેક ખેલાડીને સપોર્ટ કરે છે. તેની કેપ્ટન્સીમાં પણ તેની બેટિંગ સ્ટાઇલ જોવા મળે છે. ખાસ વાત એ છે કે, સૂર્યા પોતાના ખેલાડીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.
સૂર્યા પોતાના ખેલાડીઓ પર રાખે છે વિશ્વાસ
પ્રસિદ્ધ કૃષ્ણાનું માનવું છે કે, સૂર્યા શ્રેષ્ઠ કેપ્ટન છે. પ્રસિદ્ધે કહ્યું કે, સૂર્યાની કેપ્ટન્સી તેની બેટિંગ જેવી છે. તે તેમના ખેલાડીઓ પર વિશ્વાસ રાખે છે. અમે દરેકને તેઓ જે કરવા માગે છે તે કરવામાં ટેકો આપીએ છીએ. જો કંઇક ખોટું થાય તો પણ તે હંમેશા સાથ આપવા તૈયાર હોય છે. તે પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ રાખે છે અને તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.
બોલિંગ અંગે શું બોલ્યો પ્રસિદ્ધ કૃષ્ણા?
બોલિંગનો ઉલ્લેખ કરતાં ક્રૃષ્ણાએ કહ્યું કે, ટીમ સાથે જોડાયા બાદ હું ઘણું શીખ્યો છું. સૌથી મોટો પાઠ અહીં શીખવા મળ્યો છે. બેટ્સમેનની જેમ તમે બધી માહિતી એકઠી કરીને આગળનું પ્લાનિંગ કરી શકો છો. અમે પિચની સ્થિતિ અને મેચની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજના બનાવી શકીએ છીએ.
ભારતે 2 મેચમાં મેળવી છે જીત
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે T20 સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. આ પછી બીજી મેચ 44 રને જીતી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં રમાશે. જે બાદ ચોથી મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાશે અને 5મી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે.