- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T-20 મેચમાં ભારતીય ટીમની જીત
- ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
- ભારતીય ટીમ સૌથી વધુ 220+ રન બનાવનારી ટીમ બની
ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 235 રનનો સ્કોર કર્યો હતો. સાથે જ ભારતીય ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ ટી20 ફોર્મેટમાં સૌથી વધુ 220+ રન કરનારી ટીમ બની છે. ટીમ ઈન્ડિયાએ ટી20 ફોર્મેટમાં 9મી વખત 220+ રનનો સ્કોર કર્યો છે. આ લિસ્ટમાં ભારત બાદ બીજા નંબર પર સાઉથ આફ્રિકા છે. સાઉથ આફ્રિકાએ ટી20 ફોર્મેટમાં 8 વખત 220+ રનનો સ્કોર કર્યો છે.
આ લિસ્ટમાં ભારત ઉપરાંત કોણ-કોણ ટીમ છે
ભારત અને સાઉથ આફ્રિકા બાદ ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાએ ટી20 ફોર્મેટમાં 7 વખત આ કારનામું કર્યું છે. સાથે ઈંગ્લેન્ડે 6 વખત ટી20 ફોર્મેટમાં 220+ રનનો સ્કોર કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચની વાત કરવામાં આવે તો, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત માટે 236 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ભારતના ઓપનર યશસ્વી જયસવાલ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને 50 રનનો આંકડો પાર કર્યો હતો. આ ત્રણેય બેટ્સમેને ક્રમશઃ 53,58 અને 52 રનની ઈનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 191 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાના ઓપનર સ્ટિવ સ્મિથે 16 બોલમાં 19, મેથ્યૂ શોર્ટે 10 બોલમાં 19, જોશ ઈંગ્લિસે 4 બોલમાં 2, ગ્લેન મેક્સવેલે 8 બોલમાં 12, માર્કસ સ્ટોઇનિસે 25 બોલમાં 45, ટિમ ડેવિડે 22 બોલમાં 37, મેથ્યૂ વેડે 23 બોલમાં 42 રન, નાથન એલિસે 4 બોલમાં 1, એડમ ઝામ્પાએ 3 બોલમાં 1 અને તનવીર સંઘાએ 4 બોલમાં 2 રન કર્યા હતા.