- ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરાવ્યું
- આ મેચમાં શિવમ દુબે ગોલ્ડન ડકનો શિકાર
- વર્તમાન સિઝનમાં દુબેએ 3 ફિફ્ટી ફટકારી છે
IPL 2024ની 53મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખાસ રહી ન હતી અને ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી. ટીમનો પાવર હિટર શિવમ દુબે આ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તે રાહુલ ચહરના બોલ પર જીતેશ શર્માના હાથે કેચ આઉટ થયો હતો.
છેલ્લી મેચમાં પણ ખાતું ખોલાવી શક્યો ન હતો
શિવમ દુબે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં પણ શિવમ દુબે ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ હરપ્રીત બ્રારે તેને LBW આઉટ કર્યો હતો. દુબેને T20 વર્લ્ડકપ 2024 માટે પસંદ કરાયેલ 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઝડપી રન બનાવવા ઉપરાંત તે ઝડપી બોલિંગ કરવામાં પણ સક્ષમ છે. આ જ કારણ છે કે ઘણા નિષ્ણાતો તેને હાર્દિક પંડ્યાના રિપ્લેસમેન્ટ તરીકે માની રહ્યા હતા. IPL 2024માં હાર્દિક પંડ્યાનું એવરેજ પ્રદર્શન છે.
દુબેએ બનાવ્યા 350 રન
IPL 2024માં શિવમ દુબેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 11 મેચોની 11 ઇનિંગ્સમાં 350 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 43.75 હતી અને સ્ટ્રાઈક રેટ 170.73 હતો. વર્તમાન સિઝનમાં દુબેએ 3 ફિફ્ટી ફટકારી છે. શિવમ દુબેનો 17મી સિઝનમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 66 રન છે. દુબેએ IPLમાં અત્યાર સુધી 61 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 31.65ની એવરેજ અને 147.97ની સ્ટ્રાઈક રેટથી 1456 રન બનાવ્યા છે. લીગમાં તેના નામે 9 ફિફ્ટી છે.