• નેધરલેન્ડ સામે બાંગ્લાદેશની હાર
  • નેધરલેન્ડની જીતથી બાંગ્લાદેશ ફેન્સને આવ્યો ગુસ્સો
  • ફેન્સે ખુદને માર્યા સૂઝ

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શનિવારે રાત્રે મેચ બાદ ખુબ ડ્રામા થયો હતો. આ ડ્રામા બાંગ્લાદેશી ક્રિકેટ ફેન્સે કર્યો હતો. ફેન્સે સ્ટેડિયમની અંદર પોતની ટીમ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન એક ફેન્સો પોતાના સૂઝથી પોતાની જ ધોલાઈ કરી હતી.

બાંગ્લાદેશની 87 રને હાર

ઈડન ગાર્ડન્સમાં આ ડ્રામા બાંગ્લાદેશની શર્મનાક હારના કારણે થયો હતો.શનિવારે રાત્રે થયેલી મેચમાં બાંગ્લાદેશની નેધરલેન્ડ સામે 87 રને હાર થઈ હતી. આ વર્લ્ડકપમાં બાંગ્લાદેશ ટીમની આ 5મી હાર હતી. આ હાર સાથે બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાંથી બહાર થયું છે. વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશના આ ખરાબ પ્રદર્શનના કારણે ફેન્સ પોતાનો ગુસ્સો રોકી શક્યા નથી.

'આને સૂઝ પડવા જોઈએ...'

એક બાંગ્લાદેશી ક્રિકેટ ફેન્સ સૈમિક સાહબે મેચ બાદ બાંગ્લા ફેન્સના રિએક્શનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક ક્રિકેટ ફેન્સ બાંગ્લા ટીમ પર પોતાની ભડાસ કાઢતો જોવા મળી રહ્યો છે. અન્ય એક ફેન્સ તેની હામાં હા કહી રહ્યો છે. જે બાદ આ ફેન્સ એ પણ કહી રહ્યો છે કે, મોટી ટીમો સામે હારનું કાંઈ દુઃખ નથી, પરંતુ તમે નેધરલેન્ડ સામે કેવી રીતે હારી શકો? શાકિબ, મુશફિક તમામને સૂઝ પડવા જોઈએ. તેના નામ પર હું ખુદને સૂઝ મારી રહ્યો છું.


વીડિયો પોસ્ટ કરનારા સૌમિકે આ બાદ કહ્યું કે, બાંગ્લાદેશી ફેન્સે પોતાની ટીમને સમર્થન કરવા માટે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે. સ્ટેડિયમ આસપાસ હોટલ મળી નથી. આટલી મુશ્કેલી બાદ પણ ફેન્સ હવે નિરાશ થઈને જઈ રહ્યા છે. આ ખુબ નિરાશાજનક છે.

  • Follow us on: