- નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ
- અત્યારે સુધી બંને ટીમની માત્ર 1 મેચમાં જીત થઈ
નેધરલેન્ડે વર્લ્ડકપમાં ફરી મોટો ઉલટફેર કર્યો છે. નેધરલેન્ડની ટીમે બાંગ્લાદેશને 87 રને હરાવ્યું છે. આ મેચમાં ટોસ જીતીને નેધરલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ નેધરલેન્ડની ટીમ 229 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી બાંગ્લાદેશને જીત માટે 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 142 રનમાં ઓલઆઉટ થઈ છે. બાંગ્લાદેશ માટે સૌથી વધુ મહેદી હસન મિરાજે 40 બોલમાં 35 રન કર્યા છે, જ્યારે લિટ્ટન દાસે 12 બોલમાં 3, તંઝીદ હસને 16 બોલમાં 15, નઝમુલ હુસેન શાંતોએ 18 બોલમાં 9, શાકિબ અલ હસને 14 બોલમાં 5, મુશ્ફિકુર રહિમે 5 બોલમાં 1, મહમુદુલ્લાહે 41 બોલમાં 20, મહેદી હસને 38 બોલમાં 17, તસ્કીન અહેમદે 35 બોલમાં 11 અને મુશ્તાફિઝુર રહેમાને 35 બોલમાં 20 રન કર્યા છે. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, આર્યન દત્તે 10 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ, લોગાન વેન બીકે 9 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ, કોલિન એકરમેને 7 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ, પોલ વેન મીકેરેને 7.2 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ, બાસ ડી લીડેએ 7 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ અને શારિઝ અહેમદે 2 ઓવરમાં 13 રન આપ્યા છે.
બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાને 87 રન બનાવ્યા છે. બાંગ્લાદેશનો ઓપનર તંઝીદ હસન 16 બોલમાં 15 રન કરીને અને લિટ્ટન દાસ 12 બોલમાં 3 રન કરીને આઉટ થયો છે. આ ઉપરાંત મેહદી હસન મિરાજ 40 બોલમાં 35, નઝમુલ હુસૈન શાંતો 18 બોલમાં 9, કેપ્ટન શાકિબ અલ હસન 14 બોલમાં 5 અને વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ 5 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. અત્યારે બાંગ્લાદેશ માટે મોહમુદુલ્લાહ 23 બોલમાં 11 રન કરીને અને મહેદી હસન 22 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, પોલ વેન મીકેરેને 5 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ, બાસ ડી લીડેએ 4 ઓવરમાં 14 રન આપીને 1, લોગાન વેન બીકે 6 ઓવરમાં 23 રન આપીને 1 અને આર્યન દત્તે 7 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત કોલિન એકરમેને 3 ઓવરમાં 8 રન આપ્યા છે.
બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચમાં બાંગ્લાદેશની ઈનિંગ શરૂ થઈ છે. જેથી બાંગ્લાદેશના ઓપનર તંઝીદ હસન અને લિટ્ટન દાસ ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં નેધરલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ નેધરલેન્ડની ટીમ 229 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી બાંગ્લાદેશને જીત માટે 230 રનનો ટાર્ગેટ મળ્યો છે.
નેધરલેન્ડની ઈનિંગ
બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં નેધલેન્ડની ટીમ 229 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી બાંગ્લાદેશને જીત માટે 230 રનનો ટાર્ગેટ મળ્યો છે. નેધરલેન્ડ માટે સૌથી વધુ કેપ્ટન સ્કોટ એડવર્ડે 89 બોલમાં 68 રન કર્યા છે. આ ઉપરાંત વિક્રમજીત સિંહ 9 બોલમાં 3 રન, મેક્સ ઓ'ડાઉડ 3 બોલમાં શૂન્ય, વેસ્લી બેર્રેસી 41 બોલમાં 41, કોલિન એકરમેન 33 બોલમાં 15, બાસ ડી લીડેએ 32 બોલમાં 17, સાયબ્રાન્ડ એન્ગેલબ્રેક્ટે 61 બોલમાં 35, શારિઝ અહેમદે 8 બોલમાં 6, લોગાન વેન બીકે 13 બોલમાં 23 અને આર્યન દત્તે 6 બોલમાં 9 રન કર્યા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, મુસ્તફિઝુર રહેમાને 10 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ, શાકિબ અલ હસને 10 ઓવરમાં 37 રન આપીને 1, શોરીફુલ ઈસ્લામે 10 ઓવરમાં 51 રન આપીને 2, તસ્કીન અહેમદે 9 ઓવરમાં 43 રન આપીને 2 અને મહેદી હસને 7 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મેહદી હસન મિરાજે 4 ઓવરમાં 17 રન આપ્યા છે.
બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ નેધરલેન્ડની ટીમે 4 વિકેટના નુકસાને 99 રન બનાવ્યા છે. નેધરલેન્ડનો ઓપનર વિક્રમજીત સિંહ 9 બોલમાં 3 રન કરીને, મેક્સ ઓ'ડાઉડ 3 બોલમાં શૂન્ય, વેસ્લી બેર્રેસી 41 બોલમાં 41 અને કોલિન એકરમેન 33 બોલમાં 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે નેધરલેન્ડ માટે કેપ્ટન સ્કોટ એડવર્ડ 39 બોલમાં 22 રન કરીને અને બાસ ડી લીડે 25 બોલમાં 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 7 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ, તસ્કીન અહેમદે 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ, શાકિબ અલ હસને 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને મુસ્તફિઝુર રહેમાને 5 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મહેદી હસન મિરાજે 1 ઓવરમાં 7 રન અને મહેદી હસને 5 ઓવરમાં 5 રન આપ્યા છે.
નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની 28મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. જેથી નેધરલેન્ડના ઓપનર વિક્રમજીત સિંહ અને મેક્સ ઓ'ડાઉડ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બંને ટીમ અત્યાર સુધી 5-5 મેચ રમી છે. જેમાંથી બંને ટીમની માત્ર 1-1 મેચમાં જીત થઈ છે.
નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023ની 28મી મેચ આજે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે નેધરલેન્ડે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ બંને ટીમ વર્લ્ડકપમાં 5-5 મેચ રમી છે. જેમાં બંને ટીમની માત્ર 1-1 મેચમાં જીત થઈ છે. જેથી આજે બંને ટીમ મેચ જીતવા માટે પ્રયાસ કરશે.
ICC વનડે વર્લ્ડકપ 2023ની 28મી મેચ બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની હાલત ખરાબ છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ બંનેએ પાંચ-પાંચ મેચ રમી છે, જેમાંથી બંને ટીમની માત્ર 1 મેચમાં જીત થઈ છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ટૂર્નામેન્ટમાં તેમની બાકીની મેચોમાં જોરદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સની આ પિચને ક્રિકેટની શ્રેષ્ઠ પિચમાંથી એક ગણવામાં આવે છે. આ પિચ પર શરૂઆતમાં નવા બોલ પર ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળે છે, પરંતુ જેમ જેમ બોલ જૂનો થતો જાય છે તેમ તેમ તે બેટ પર સરળ બનતો જાય છે. આ પિચ પરના સર્વોચ્ચ સ્કોર 404 રન છે, જ્યારે અહીંનો સૌથી ઓછો સ્કોર 64 રન છે. ભારતે આ પિચ પર 317 રનના ટાર્ગેટનો પીછો કરીને શ્રીલંકાને હરાવ્યું હતું.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
બાંગ્લાદેશ- તંઝીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, મહેદી હસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ
નેધરલેન્ડ- વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, વેસ્લી બેર્રેસી, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), બાસ ડી લીડે, સાયબ્રાન્ડ એન્ગેલબ્રેક્ટ, લોગાન વેન બીક, શારિઝ અહેમદ, આર્યન દત્ત, પોલ વેન મીકેરેન