• ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
  • બાંગ્લાદેશ ન કરી શક્યું નાગિન ડાંસ
  • વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી

ભારતે પુણેમાં શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશ પર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં આ સતત ચોથી મેચ જીતી છે. ભારતની જીતમાં વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ અણનમ સદી ફટકારી હતી. કોહલીએ સદી ફટકારીને બાંગ્લાદેશ પાસેથી 'નાગિન ડાન્સ'ની તક છીનવી લીધી છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ઉજવણી તરીકે નાગિન ડાંસ માટે પ્રખ્યાત છે, પરંતુ પુણેમાં તેને આ તક મળી શકી નથી.

સ્પિનર્સે મેચમાં ભારતની વાપસી કરાવી

બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. તેના માટે ઓપનર તંજીદ હસન અને લિટ્ટન દાસે ફિફ્ટી ફટકારી હતી. આ બંને વચ્ચે 93 રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારતને 14 ઓવરમાં એક પણ વિકેટ મળી નહતી, પરંતુ કુલદીપ યાદવે 15મી ઓવરમાં તંજીદને આઉટ કર્યો હતો. જે બાદ 20મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન શાંતોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જાડેજાએ લિટ્ટનને પણ આઉટ કર્યો હતો. તે 66 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ સ્પિનર્સના કારણે વાપસી કરી હતી.

ફાસ્ટ બોલર્સે અંતમાં બતાવ્યો કમાલ

ભારતની ગેમમાં વાપસી સ્પિનર્સના કારણે થઈ હતી, પરંતુ અંતે ફાસ્ટ બોલરોએ પણ કમાલ કર્યો હતો.શાર્દુલ ઠાકુરે વચ્ચેની ઓવરોમાં વિકેટ લીધી હતી. તેણે 38મી ઓવરમાં 16 રનના સ્કોર પર તૌહિદ હ્રદયને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુશ્ફિકુર રહીમને જસપ્રીત બુમરાહે આઉટ કર્યો હતો. તે 43મી ઓવરમાં આઉટ થયો હતો. નસુમ અહેમદને મોહમ્મદ સિરાઝે આઉટ કર્યો હતો. મહનુદુલ્લાહને જસપ્રીત બુમરાહે આઉટ કર્યો હતો. બુમરાહ અને સિરાઝે 2-2 વિકેટ લીધી હતી. જાડેજાએ 2 વિકેટ લીધી હતી તથા કુલદીપ અને ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.

વિરાટ કોહલીની સદી પહેલા રોહિત-ગિલની સારી શરૂઆત

કેપ્ટન રોહિત અને ગિલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. ગિલે 55 બોલમાં 53 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 40 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ બંનેએ ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. આ પછી વિરાટ કોહલી આક્રામક બન્યો હતો. કોહલીએ 103 અણનમ રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. 

  • Follow us on: