• બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ
  • પાકિસ્તાન માટે સેમીફાઈનલની આશા જીવંત રાખવાની છેલ્લી તક

બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાનની 7 વિકેટે જીત થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બાંગ્લાદેશને ટીમ 204 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી પાકિસ્તાનને જીત માટે 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાની ટીમે આ ટાર્ગેટ 3 વિકેટના નુકસાને પ્રાપ્ત કરી લીધો છે. પાકિસ્તાન માટે ઓપનર અબ્દુલ્લા શફીકે 69 બોલમાં 68, ફખર જમાને 74 બોલમાં 81, બાબાર આઝમે 16 બોલમાં 9, મોહમ્મદ રિઝવાને 21 બોલમાં 26 રન અને ઈફ્તિખાર અહેમદે 15 બોલમાં 17 રન કર્યા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, એકમાત્ર મહેદી હસન મિરાજને સફળતા મળી છે. મહેદી હસન મિરાજે 9 ઓવરમાં 60 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત તસ્કીન અહેમદે 6 ઓવરમાં 36, શોરીફુલ ઈસ્લામે 4 ઓવરમાં 25, મુશ્તાફીઝુર રહેમાને 7 ઓવરમાં 47, શાકિબ અલ હસને 5.3 ઓવરમાં 30 અને નઝમુલ હુસૈન શાંતોએ 1 ઓવરમાં 5 રન આપ્યા છે. 

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 1 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો ઓપનર અબ્દુલ્લા શફીક 69 બોલમાં 68 રન કરીને આઉટ થયો છે. અત્યારે પાકિસ્તાન માટે ફખર જમાન 67 બોલમાં 74 રન કરીને અને કેપ્ટન બાબર આઝમ 14 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, મહેદી હસન મિરાજે 5 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તસ્કીન અહેમદે 6 ઓવરમાં 36, શોરીફુલ ઈસ્લામે 4 ઓવરમાં 25, મુશ્તફીઝુર રહેમાને 5 ઓવરમાં 31 ,શાકિબ અલ હસને 4 ઓવરમાં 21 અને નઝમુલ હુસૈન શાંતોએ 1 ઓવરમાં 5 રન આપ્યા છે. 

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ઈનિંગ શરૂ થઈ છે. જેથી પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીક અને ફખર જમાન ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બાંગ્લાદેશની ટીમ 204 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી પાકિસ્તાનને જીત માટે 205 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોંચવા માટે આજની મેચ જીતવી જરૂરી છે. જો પાકિસ્તાન આજની મેચ હારશે, તો તેના માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થશે.

બાંગ્લાદેશની ઈનિંગ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બાંગ્લાદેશની ટીમ 204 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી પાકિસ્તાનને જીત માટે 205 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશ માટે સૌથી વધુ 70 બોલમાં 56 રન મહમદુલ્લાહે કર્યા છે, જ્યારે લિટ્ટન દાસે 64 બોલમાં 45, કેપ્ટન શાકિબ અલ હસને 64 બોલમાં 43 અને મહેદી હસન મિરાજે 30 બોલમાં 25 રન કર્યા છે. બાંગ્લાદેશના 7 ખેલાડી ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શક્યા નથી. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન શાહ આફરીદીએ 9 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ, હારિસ રઉફે 8 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ વસીમ જૂનિયરે 8.1 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત ઈફ્તિખાર અહેમદે 10 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ અને ઉસામા મીરે 10 ઓવરમાં 66 રન આપીને 1 વિકેટ લીધી છે.

બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ બાંગ્લાદેશે 4 વિકેટના નુકસાને 109 રન બનાવ્યા છે. બાંગ્લાદેશના ઓપનર તંઝીદ હસન 5 બોલમાં શૂન્ય રન કરીને અને લિટ્ટન દાસ 64 બોલમાં 45 રન કરીને આઉટ થયા છે. આ ઉપરાંત નઝમુલ હુસૈન શાંતો 3 બોલમાં 4 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન મુશફીકુર રહિમ 8 બોલમાં 5 રન કરીને આઉટ થયો છે. અત્યારે બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ 55 બોલમાં 48 રન કરીને અને કેપ્ટન શાકિબ અલ હસન 15 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન શાહ આફરીદીએ 5 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ, ઈફ્તિખાર અહેમદે 6 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને હારિસ રઉફે 5 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ વસીમ જૂનિયરે 4 ઓવરમાં 22 રન અને ઉસામા મીરે 5 ઓવરમાં 32 રન આપ્યા છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી બાંગ્લાદેશના ઓપનર તંઝીદ હસન અને લિટ્ટન દાસ ઓપનિંગ કરવા માટે ક્રીઝ  પર આવ્યા છે. પાકિસ્તાન માટે પ્રથમ ઓવર નાખવા માટે ફાસ્ટ બોલર શાહીન આફરીદી આવ્યો છે.

બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 31મી મેચ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે બાંગ્લાદેશે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજની મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. જો પાકિસ્તાન આજની મેચ હારશે, તો તેના માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થશે.

2023 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવામાં આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. સેમીફાઈનલની રેસને જોતા આ મેચ કોઈ નોકઆઉટથી ઓછી નથી. જો પાકિસ્તાન આજની મેચ હારશે, તો તે સેમીફાઈનલની રેસમાંથી બાહર થશે. પોતાની શરૂઆતી 2 મેચ જીત્યા બાદ બાબર આઝમની ટીમ સળંગ 4 મેચ હારી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ જીત મેળવવાનો પ્રયાસ કરશે.

પાક.ની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે મોટો ફેરફાર

બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. ઓપનર ઈમામ ઉલ-હક, ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ અને લેગ સ્પિનર શાબાદ ખાનને આરામ આપવામાં આવી શકે છે. આ ત્રણેયની જગ્યાએ ટીમમાં હસન અલી, ફખર જમાન અને ઉસામા મીરને તક આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, શાદાબ સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

પિચ રિપોર્ટ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ઈડન ગાર્ડન્સની પિચ બેટ્સમેનને મદદ કરે છે. જો કે, ફાસ્ટ બોલરોને પણ અહીં ઘણો બાઉન્સ મળે છે. ઝાકળની અસરને ધ્યાનમાં રાખીને ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

પાકિસ્તાન- અબ્દુલ્લા શફીક, ફખર જમાન, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાહીન આફરીદી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જૂનિયર, હારિસ રઉફ

બાંગ્લાદેશ- તંઝીદ હસન , લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, થ્રોહીદ હૃદોય, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને શોરફુલ ઈસ્લામ

  • Follow us on: