• પાકિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકાની 1 વિકેટે જીત
  • કેશવ મહારાજે ફોર ફટકારીને ટીમને અપાવી જીત
  • પાકિસ્તાનનો બોલર શાહીન આફરીદી હાર પચાવી શક્યો નહીં

વર્લ્ડકપ 2023ની 26મી મેચ 27 ઓક્ટોબરે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ચેન્નાઈમાં રમાઈ હતી. આ મેચમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ જીત સાઉથ આફ્રિકાની થઈ હતી. આ મેચમાં હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ ખુબ નિરાશ દેખાતા હતા. ખાસ કરીને ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફરીદી ડગ આઉટમાં બેસીને રડતો જોવા મળ્યો હતો. જેના કેટલાક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

શાહીને આફ્રિકા સામે શાનદાર બોલિંગ કરી

સાઉથ આફ્રિકા સામે શાહીન આફરીદીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે આ મેચમાં પોતાની ટીમ માટે કુલ 10 ઓવર ફેંકી હતી. આ દરમિયાન શાહીને 4.50ની ઇકોનોમીમાં 45 રન આપીને 3 વિકેટ લીધી હતી. શાહીને સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર અને ગેરાલ્ડ કોએત્ઝીને આઉટ કર્યા હતા

સાઉથ આફ્રિકાનું પ્રદર્શન

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની 1 વિકેટે જીત થઈ છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પાકિસ્તાનની ટીમ 270 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમે આ ટાર્ગેટ 9 વિકેટના નુકસાને પ્રાપ્ત કર્યો હતો. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ 93 બોલમાં 91 રન એડમ માર્કરમે, જ્યારે ટેમ્બા બાવુમાએ 27 બોલમાં 28, ક્વિંટન ડી કોકે 14 બોલમાં 24, રાશિ વેન ડેર ડુસેને 39 બોલમાં 21, હેનરિક ક્લાસેને 10 બોલમાં 12, ડેવિડ મિલરે 33 બોલમાં 29, માર્કો જાનસેને 14 બોલમાં 20 અને ગેરાલ્ડ કોએત્ઝીએ 13 બોલમાં 10 રન કર્યા હતા.

પાકિસ્તાનના બોલરનું પ્રદર્શન

પાકિસ્તાન માટે શાહીન આફરીદીએ 10 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ, મોહમ્મદ વસીમ જૂનિયરે 10 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ, હારિસ રઉફે 10 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ અને ઉસામા મીરે 8 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ઈફ્તિખાર અહેમદે 3 ઓવરમાં 23 અને મોહમ્મદ નવાઝે 6 ઓવરમાં 35 રન આપ્યા હતા. 

  • Follow us on: