• પાકિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકાની 1 વિકેટે જીત
  • કેશવ મહારાજે ફોર ફટકારીને અપાવી જીત
  • કેશવ મહારાજે અનેક વખત દર્શાવ્યો હિંદુ પ્રેમ

ICC વર્લ્ડકપમી 26મી મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટે હરાવ્યું છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટર ભારતીય મૂળના કેશવ મહારાજે વિનિંગ શોટ એટલે ફોર ફટકારીને મેચમાં જીત અપાવી હતી. પાકિસ્તાન વિરુદ્ધ ફોર ફટકાર્યા બાદ સોશિયલ મીડિયા પર કેશવ મહારાજ છવાયો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ કેશવ મહારાજ હિંદુ છે એવી ચર્ચા શરૂ થઈ છે. કેશવ મહારાજનું પુરું નામ કેશવ આત્માનંદ મહારાજ છે. કેશવ મહારાજ હિંદુ છે અને હિંદુ રીતિ-રિવાજો અને પૂજા-પાઠમાં વિશ્વાસ રાખે છે.

https://www.instagram.com/p/67ZY0lJMp1/?utm_source=ig_embed&ig_rid=d739af0b-cbcd-4628-b315-8e03b79b5653

https://www.instagram.com/p/Cx0PaHmxq41/?utm_source=ig_embed&ig_rid=e02eceb4-0eae-4bb9-8456-12b3516f769e&img_index=1


જીત બાદ કેશવ મહારાજ બોલ્યા- જય શ્રી હનુમાન

પાકિસ્તાન વિરુદ્ધ જીત બાદ કેશવ મહારાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, મને ઈશ્વર પર વિશ્વાસ છે. ખેલાડીઓએ શું પરિણામ આપ્યું છે. તરબેઝ શમ્સી અને એડન માર્કરામનું પ્રદર્શન જોઈને ખુબ સારૂં લાગી રહ્યું છે. જય શ્રી હનુમાન,


કેશવ મહારાજની આ પોસ્ટ વાયરલ થઈ છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે, હાથમાંથી જતી મેચ જીતાડવાનું કામ માત્ર હનુમાનના ભક્ત જ કરી શકે છે.


થોડા દિવસ પહેલાં મંદિર ગયા હતા કેશવ મહારાજ

બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાએ જીત બાદ ટ્વીટ કરીને લખ્યું કે, કેશવ મહારાજનો પરિવાર ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરનો છે. ઉલ્લેખનીય છે કે, 3 અઠવાડિયા પહેલાં કેશવ મહારાજ કેરળ સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિર ગયા હતા. અહીં કેશવ મહારાજે ધોતી પહેરેલો ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કર્યા બાદ કેશવ મહારાજે જણાવ્યું હતું કે, તે સાંજે પૂજા દર્શનમાં સામેલ થયા હતા.


કેશવ મહારાજ હનુમાનના છે ભક્ત

પાકિસ્તાન વિરુદ્ધ મેત જીત્યા બાદ આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. કેશવ મહારાજ હનુમાનના ભક્ત છે. કેશવ મહારાજે અનેક વખત પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં 'જય શ્રી રામ' અને 'જય શ્રી હનુમાન' લખે છે. એટલું જ નહીં, કેશવ મહારાજ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્ર અવે સંસ્કૃતના શ્લોક પણ લખે છે.


વર્ષ 2016માં પણ કરી હતી પોસ્ટ

વર્ષ 2016માં કેશવ મહારાજે ભગવાન શ્રી રામનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, જો રામ નામ નહીં ગાતે, વો જીતે જી મર જાતે હે. જો રામ નામ ગાતે હે, તો પરમ ધામ જાતે છે. કેશવ મહારાજની આ પોસ્ટ પર હજુ પણ લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.


  • Follow us on: