- પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપની મેચ
- પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
- બંને ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કર્યા ફેરફાર
વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. અહીં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સાથે આજની મેચ માટે બંને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બંને ટીમમાં શું ફેરફાર થયો?
પાકિસ્તાનની ટીમમાં હસન અલીની જગ્યાએ મોહમ્મદ વસીમ જૂનિયરને અને ઉસામા મીરની જગ્યાએ મોહમ્મદ નવાઝને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. સાથે સાઉથ આફ્રિકાની ટીમમાં કેપ્ટન બાવુમા, સ્પિનર તબરેઝ શમ્સી અને ફાસ્ટ બોલર લુંગી એનગિડીની વાપસી થઈ છે.
ટોસ બાદ બાબર આઝમે શું કહ્યું?
ટોસ જીત્યા બાદ કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, અમે પહેલા બેટિંગ કરીશું. અહીંથી દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારું ધ્યાન આના પર છે. અમારે બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ તમામ વિભાગમાં સુધારો કરવો પડશે. અમારી ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. હસન અલી બીમાર છે. તેની જગ્યાએ મોહમ્મદ વસીમ જૂનિયર આજે ટીમનો ભાગ છે. સાથે ઉસામા મીરની જગ્યાએ મોહમ્મદ નવાઝ પરત ફર્યો છે.
ટોસ બાદ બાવુમાએ શું કહ્યું?
સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ કહ્યું કે, અમે અત્યાર સુધી સારું ક્રિકેટ રમ્યા છીએ. અમે બેટિંગ અને બોલિંગમાં સારી લય પ્રાપ્ત કરી છે. મારી ઈચ્છા પણ ટોસ જીતીને બેટિંગ કરવાની હતી. આજે અમારી ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. હું, તબરેઝ શમ્સી અને એન્ગિડી ટીમમાં પરત ફર્યા છે. રિઝા, રબાડા અને વિલિયમ્સ આજે રમશે નહીં.
કેવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન-
પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, મોહમ્મદ નવાઝ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ જૂનિયર, શાહીન શાહ આફરીદી, હારિસ રઉફ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, ગેરાલ્ડ કોએત્ઝી, લુંગી એનગિડી.