- વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડનો કાર્યકાળ થશે સમાપ્ત
- BCCIએ ગૌતમ ગંભીરનું કોચ માટે લીધુ ઇન્ટરવ્યુ
- ઇન્ટરવ્યુંમાં ગંભીરને પૂછાયેલા પ્રશ્નો આવ્યા સામે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનવા માટે ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરનું ઈન્ટરવ્યુ લીધું હતું. અગાઉ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ગૌતમ ગંભીરે BCCI સમક્ષ કેટલીક શરતો મૂકી હતી, જેને BCCIએ પણ સ્વીકારી લીધી છે. હવે ચાહકો જાણવા માંગે છે કે ઇન્ટરવ્યુ દરમિયાન BCCIએ ગૌતમ ગંભીરને કયા પ્રશ્નો પૂછ્યા?
BCCIએ ગંભીરને પૂછ્યા આ 3 સવાલ...
- ટીમના કોચિંગ સ્ટાફ વિશે ગૌતમ ગંભીરના શું વિચારો છે?
- ટીમના બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ઘણા સિનિયર ખેલાડીઓ છે, જો ફેરફારો કરવા પડશે તો તેઓ તેમને કેવી રીતે સંભાળશે?
- છેલ્લા ઘણા સમયથી ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહેલી ટીમ ઈન્ડિયા અંગે તમારો શું મત છે?
- અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન હોવા અંગે તેમનો શું અભિપ્રાય છે?
રિપોર્ટ્સ અનુસાર, સવાલ સામે આવી રહ્યા છે જે BCCIએ ગૌતમ ગંભીરને પૂછ્યા છે.
KKRમાં મેન્ટોરની ભૂમિકામાં છે ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેન્ટર તરીકે કામ કરી રહ્યો હતો. તેની દેખરેખ હેઠળ KKRએ આ વખતે પણ ખિતાબ કબજે કર્યો હતો. ત્યારથી BCCIની નજર ગૌતમ ગંભીર પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીર BCCIની પહેલી પસંદ છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ કહ્યું છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ ગંભીરનું સમર્થન કર્યું છે.
વર્લ્ડકપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થશે
ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડકપમાં ધૂમ મચાવી રહી છે. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ T20 વર્લ્ડકપ 2024 બાદ સમાપ્ત થશે. આ પછી ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર આ પ્રવાસ પર હોઈ શકે છે.