• BCCI સેક્રેટરી જય શાહે એક પોસ્ટ જારી કરી
  • ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના શરૂ કરવાની જાહેરાત
  • રેડ બોલ ક્રિકેટમાં રુચિ વધારવા માટે પગલુ ભર્યું

ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓ માટે BCCIએ મોટી જાહેરાત કરી છે. ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી છે. ભારતીય ટીમની જીત બાદ તરત જ BCCI સેક્રેટરી જય શાહે એક પોસ્ટ જારી કરી છે. હવે ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પૈસા પણ મળશે. જય શાહ દ્વારા એક પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેને ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના નામ આપવામાં આવ્યું છે.

ટેસ્ટ ખેલાડીઓને મળશે વધુ પૈસા

શાહે કહ્યું કે મને ભારતની પુરુષ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે 'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના' શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે, જેનો ઉદ્દેશ આપણા ખેલાડીઓને વધારે પૈસા આપવાનો છે. 2022-23ની સિઝનથી શરૂ કરીને 'ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ સ્કીમ' ટેસ્ટ મેચ માટે હાલની રૂ.15 લાખની મેચ ફી ઉપરાંત વધારાના આર્થિક લાભો પણ મળશે.

કયા ખેલાડીને કેટલા મળશે

ટેસ્ટ મેચ માટેની ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડી (પ્લેઇંગ ઇલેવનમાં) એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમનારને મેચ દીઠ 45 લાખ રુપિયા મળશે જ્યારે ટીમમાં સામેલ સભ્યને મેચ દીઠ 22.5 લાખ રૂપિયા મળશે. જે ખેલાડી 50 ટકા એટલે કે સિઝનમાં લગભગ 5 અથવા 6 મેચ રમે છે, તેને મેચ દીઠ 30 લાખ રૂપિયા મળશે. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થનાર ખેલાડીને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળશે. સાથે જ જો કોઈ ખેલાડી 50 ટકા (સિઝનમાં 9 ટેસ્ટ અને 4 કે તેથી ઓછી મેચ રમે છે) રમે છે તો તેને કોઈ પ્રોત્સાહન નહીં મળે. માત્ર મેચ ફી પ્રતિ મેચ 15 લાખ રૂપિયા રહેશે.

શા માટે BCCIએ આ પગલુ ભર્યું

અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક રેડ બોલ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટને મહત્વ નહોતા આપતા, કારણ કે તેમને IPLમાં માત્ર બે મહિના રમવાના 10 થી 15 કરોડ રૂપિયા મળતા હતા. જોકે, BCCIએ હવે અહીં પણ પૈસા વધાર્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની રુચિ વધશે કારણ કે અહીં પણ ખેલાડીઓ હવે વર્ષમાં 8 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

  • Follow us on: