- ધર્મશાળામાં ભારતની ઇનિંગ્સ અને 64 રનથી જીત
- રવિચંદ્રન અશ્વિને આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી
- રોહિત શર્મા અને શુભમન ગિલની શાનદાર સદી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાઈ હતી. 5 મેચોની સિરીઝની 5મી અને છેલ્લી મેચમાં ભારતે એક ઇનિંગ્સ અને 64 રને જીત મેળવી હતી. આ સાથે ભારતે આ સીરિઝ 4-1થી કબજે કરી લીધી છે. ભલે ટીમ ઈન્ડિયા આ સીરીઝની પ્રથમ મેચ હારી ગઈ, પરંતુ ભારતે સીરીઝની બાકીની ચાર મેચ જીતીને ઈતિહાસ રચી દીધો. ઈંગ્લેન્ડની ટીમ બેઝબોલ પર ટેસ્ટ સિરીઝ જીતવાના ઈરાદા સાથે ભારતમાં આવી હતી, પરંતુ પ્રથમ મેચ જીત્યા બાદ પણ ઈંગ્લિશ ટીમ વાપસી કરી શકી ન હતી. ભારતે આ સીરિઝમાં માત્ર એક ઇનિંગ્સમાં એટલા રન બનાવ્યા હતા કે ઇંગ્લેન્ડની ટીમ બે ઇનિંગ્સમાં પણ આટલા રન બનાવી શકી ન હતી.
કુલદીપ-અશ્વિનનો કોહરમ
આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે, કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો, કારણ કે ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને પડી ભાંગી હતી. કુલદીપ યાદવે પાંચ અને આર અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને એક સફળતા મળી. જેક ક્રાઉલી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
રોહિત-ગિલ વળતો પ્રહાર
ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જયસ્વાલ ફિફ્ટી ફટકારીને આઉટ થયો, પરંતુ આ પછી રોહિત શર્માએ પોતાની સદી પૂરી કરી અને શુભમન ગિલ પણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. બાદમાં દેવદત્ત પડિકલ અને સરફરાઝ ખાને પણ ફિફ્ટી ફટકારી હતી. ભારતે પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા.
ભારતને મોટી લીડ મળી હતી
ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 259 રનની લીડ મળી હતી. ત્રીજા દિવસે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ તેની બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવી ત્યારે પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા આર અશ્વિને શાનદાર બોલિંગ કરી અને ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયનમાં મોકલી દીધી. બીજા સેશનમાં જ્યારે રમત શરૂ થઈ ત્યારે ફરી વિકેટો પડવા લાગી અને અશ્વિને 5 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 49.1 ઓવર રમીને 195 રન બનાવી શકી હતી અને ઈનિંગ્સ અને 64 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી, કારણ કે ભારતે પ્રથમ દાવમાં જ પર્યાપ્ત રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગમાં જો રૂટે અડધી ફિફ્ટી ફટકારી હતી,