- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
- BCCIએ રજનીકાંતને આપી ગોલ્ડન ટિકિટ
વર્લ્ડકપ 2023ની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ભારતમાં હવે 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક ખાસ પહેલ શરૂ કરી છે. BCCIએ ભારતના દિગ્ગજ સ્ટાર્સને ગોલ્ડન ટિકિટ આપવી શરૂ કરી છે. બોર્ડે અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરને ગોલ્ડન ટિકિટ આપી હતી. હવે આ લિસ્ટમાં સુપર સ્ટાર રજનીકાંતનું નામ પણ જોડાયું છે. રજનીકાંતને BCCIના સચિવ જય શાહે ગોલ્ડન ટિકિટ આપી છે.
BCCIએ ફોટો ટ્વીટ કર્યો
BCCIએ એક ફોટો ટ્વીટ કર્યો છે. જેમાં જય શાહ રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપતા જોવા મળી રહ્યા છે. બોર્ડે ફોટો સામે કેપ્શન લખ્યું કે, BCCIના સચિવ જય શાહે રજનીકાંતને ગોલ્ડન ટિકિટ આપીને સમ્માનિત કર્યા છે. લિજેન્ડરી એક્ટરે કરોડો દિલની ધડકન પર પોતાની છાપ છોડી છે.
ધોનીને ગોલ્ડન ટિકિટ આપવાની માગ
BCCIએ આ પહેલાં બોલીવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપી હતી. સાથે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ ગોલ્ડન ટિકિટથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. BCCI હજુ બીજા દિગ્ગજોને પણ ગોલ્ડન ટિકિટ આપી શકે છે. સોશિયલ મીડિયા પર ફેન્સે મહેન્દ્ર સિંહ ધોનીને પણ ગોલ્ડન ટિકિટ આપવાની માગ કરી છે. જો કે, હજુ ધોનીને ગોલ્ડન ટિકિટ આપવા અંગે BCCIએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
5 ઓક્ટોબરથી વર્લ્ડકપ શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ભારત ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. આ મેગા ઈવેન્ટની ફાઈનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.