• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ શરૂ થશે
  • અમિતાભ બચ્ચન અને તેંડુલકરને મળી ગોલ્ડન ટિકિટ
  • એસ.સોમનાથ અને ધોનીને ટિકિટ આપવાની માગ

વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે, ત્યારે હવે સુનીલ ગાવસ્કરે BCCI પાસે માગ કરી છે. ગાવસ્કરે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની અને ઈસરો ચીફને પણ ગોલ્ડન ટિકિટ મળવી જોઈએ. આ પહેલાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચન વર્લ્ડકપ માટે ગોલ્ડન ટિકિટ મેળવનારા પ્રથમ વ્યક્તિ હતા. જે બાદ BCCIએ સચિન તેંડુલકરને પણ ગોલ્ડન ટિકિટ આપી હતી.

સુનીલ ગાવસ્કરે BCCI પાસે કરી આ માગ

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન બાદ પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, તે ઈચ્છે છે કે, ઈસરો ચીફ એસ.સોમનાથને પણ ગોલ્ડન ટિકિટ મળવી જોઈએ. તેમના નૈતૃત્વમાં ગત દિવસોમાં ભારતે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ને ઉતાર્યું હતું. સુનીલ ગાવસ્કરે આશા વ્યક્ત કરી કે, કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને બીજા સમ્માનિત વ્યક્તિઓ સાથે ઈસરો ચીફ એસ.સોમનાથને પણ ગોલ્ડન ટિકિટ મળવી જોઈએ. તેમણે કહ્યું કે, મને નથી ખબર કે, આ યાદીમાં બીજા કેટલા લોકો છે, પરંતુ હું ઈચ્છું છું કે, ઈસરો ચીફ એસ.સોમનાથને ગોલ્ડન ટિકિટ મળવી જોઈએ.

આ વ્યક્તિઓને BCCIએ આપી ગોલ્ડન ટિકિટ

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં BCCIએ બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન બાદ પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને ગોલ્ડન ટિકિટ આપી હતી. હવે લિટિલ માસ્ટરે આશા વ્યક્ત કરી કે, કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને બીજા સમ્માનિત વ્યક્તિઓ સાથે ઈસરો ચીફ એસ.સોમનાથને પણ ગોલ્ડન ટિકિટ મળે.

  • Follow us on: