• T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં રમતી જોવા મળશે
  • MPL સ્પોર્ટ્સે ટ્વિટર પર વીડિયો શેર કરતા જ થયો વાયરલ
  • રોહિત શર્મા-શ્રેયસ અય્યર-હાર્દિક પંડ્યા નવી જર્સીમાં જોવા મળ્યા

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં રમતી જોવા મળશે. જર્સી હજુ સુધી સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી નથી, પરંતુ ચાહકોને જર્સીની પ્રથમ ઝલક જોવા મળી છે.

ટૂંક સમયમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવશે

BCCIએ સોમવારે (12 સપ્ટેમ્બર) આગામી T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માના નેતૃત્વમાં બોર્ડે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. વર્લ્ડકપ ટીમની જાહેરાત બાદ ભારતીય ટીમના સત્તાવાર કિટ સ્પોન્સરે મંગળવારે ખુલાસો કર્યો છે કે ટીમ માટે ટૂંક સમયમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવશે, જે ખેલાડીઓ આગામી T20 વર્લ્ડકપમાં પહેરીને જોવા મળશે.

MPL સ્પોર્ટ્સે ટ્વિટર પર વીડિયો શેર કર્યો

MPL સ્પોર્ટ્સે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે. નવી જર્સીની જાહેરાતના થોડા દિવસો બાદ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકોને નવી જર્સીની પહેલી ઝલક જોવા મળી છે. જર્સીનો રંગ પણ ચાહકોને પસંદ આવી રહ્યો છે.


જર્સીમાં શું ખાસ છે તેના પર સૌની નજર

હાલમાં ભારતીય ટીમ જે જર્સી પહેરે છે તે નેવી બ્લુ રંગની છે. પરંતુ એમપીએલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પરથી એવું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય ટીમની જર્સીનો રંગ આકાશ વાદળી થવાનો છે. આવી સ્થિતિમાં ભારતની T20 વર્લ્ડકપની જર્સીમાં શું ખાસ થવાનું છે તેના પર સૌની નજર છે. જર્સી હજુ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી નથી.

  • Follow us on: