- આજે એલિમિનેટર મેચમાં RCB અને RR ટકરાવા જઇ રહ્યાં છે
- RCBના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ ટીમને શુભાચ્છાઓ પાઠવી
- વિજય માલ્યાએ વિરાટ કોહલીને લઇ મોટી વાત કહી હતી
IPL 2024ની પ્લેઓફ મેચો શરૂ થઈ ગઈ છે. એલિમિનેટર મેચ આજે એટલે કે 22મી મેના રોજ રમાવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ક્વોલિફાયર 2 મેચ રમશે, જે 24મી મેના રોજ રમાશે. પરંતુ એલિમિનેટર પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાનું એક ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તે બેંગલુરુ માટે શુભેચ્છા પાઠવતો જોવા મળે છે.
વિજય માલ્યાએ ટ્વીટ કરીને કર્યો દાવો
વિજય માલ્યા X પર તેમની જૂની ટીમને શુભેચ્છા પાઠવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPL એલિમિનેટર મેચના દિવસે માલ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેમને લાગે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં ચેમ્પિયન બની શકે છે.
માલ્યાએ લખ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રબળ દાવેદાર છે. "જ્યારે મેં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફ્રેન્ચાઈઝી અને વિરાટને ખરીદ્યો, ત્યારે મારા અંતરાત્માએ મને કહ્યું કે હું આનાથી વધુ સારો નિર્ણય લઈ શક્યો ન હોત. એ જ અંતરાત્મા હવે મને કહે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ટ્રોફી જીતવાની સૌથી પ્રબળ દાવેદાર છે. ખુબ આગળ વધો. શુભકામનાઓ."
બેંગલુરુ અત્યાર સુધીમાં કેટલી વખત IPL પ્લેઓફ માટે ક્વોલિફાય થયું છે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગયું છે. એક સમયે ટીમ પ્રથમ 8માંથી 7 મેચ હારી ગઈ હતી પરંતુ બાદમાં તેણે શાનદાર વાપસી કરી હતી. આ પહેલા પણ બેંગલુરુ IPL પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. IPL 2024 પહેલા બેંગલુરુ 9 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું છે. બેંગલુરુ પણ 3 વખત ફાઈનલ મેચ રમી ચૂક્યું છે. પરંતુ એક વખત પણ IPL ટ્રોફી જીતી શક્યું નથી.
IPLના ઈતિહાસમાં કોહલીએ એક સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા
વિરાટ કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધી 14 મેચ રમી છે. આ 14 મેચોમાં તેણે 155.60ના સ્ટ્રાઈક રેટથી 708 રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદી અને એક સદી સામેલ છે. વિરાટ કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 59 ફોર અને 37 સિક્સર ફટકારી છે. કોહલી IPLના ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPL 2016માં 16 મેચમાં 973 રન બનાવ્યા હતા. જેમાં 7 અડધી સદી અને 4 સદી સામેલ છે.