- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ
- બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં મેચ
- ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા ટોસના સમયે જ અડધી મેચ હારી ગઈ છે. જો આપણે T20 વર્લ્ડકપની છેલ્લી ચાર ફાઇનલ મેચો પર નજર કરીએ, તો પીછો કરતી ટીમ દરેક વખતે વિજયી બની છે.
ભારતે લીધો ખોટો નિર્ણય?
2014ના વર્લ્ડકપની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થયો હતો, જેમાં ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરતા માત્ર 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમે આ લક્ષ્યને 13 બોલ બાકી રહેતાં 6 વિકેટે સરળતાથી મેળવી લીધું હતું. બે વર્ષ પછી, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ 2016 વર્લ્ડકપની ફાઇનલમાં સામસામે આવ્યા હતા. આ વખતે પહેલા રમતા ઇંગ્લેન્ડે 155 રન બનાવ્યા હતા. પરંતુ જવાબમાં કેરેબિયન ટીમે 4 વિકેટ બાકી રહેતા વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
રનચેઝ કરનારી ટીમ જીતી
5 વર્ષ પછી 2021 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. આ વખતે પહેલા રમતા કિવિઓએ સ્કોરબોર્ડ પર 172 રન બનાવ્યા હતા. આ વખતે પણ પીછો કરતી ટીમ જીતી ગઈ કારણ કે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચ 7 બોલ બાકી રહેતા 8 વિકેટે સરળતાથી જીતી લીધી હતી. છેલ્લા T20 વર્લ્ડકપમાં એટલે કે 2022માં ઇંગ્લેન્ડે પણ ટાર્ગેટનો પીછો કરતાં ટ્રોફી ઉપાડી હતી. ઈંગ્લિશ ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી.