- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ
- બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે મેચ
- ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં શરૂ થઈ ગઈ છે. મેગા મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચની શરૂઆતમાં એક ક્ષણ ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, ટોસ દરમિયાન કંઈક એવું બન્યું કે કેપ્ટન રોહિત શર્મા હસવા લાગ્યો હતો.
રવિ શાસ્ત્રી ઉત્સાહી જોવા મળ્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામ ટોસ માટે આવ્યા ત્યારે રવિ શાસ્ત્રી ઉત્સાહમાં જોવા મળ્યા હતા. બંને કેપ્ટનનો પરિચય કરાવ્યા બાદ તેણે મેચ રેફરીની પણ ઓળખાણ કરાવી હતી. આ દરમિયાન રવિ એટલો ઉત્સાહી જોવા મળ્યો કે રોહિત શર્મા હસવા લાગ્યો. રોહિતની આ પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની છે.
બંને દેશોની પ્લેઈંગ-11
સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (c), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિક નોર્ખિયા, તબરેઝ શમ્સી
ભારત: રોહિત શર્મા (c), વિરાટ કોહલી, રિષભ પંત (wk), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ