• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • વર્લ્ડકપ માટે તમામ ટીમે જર્સી લોન્ચ કરી

5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડકપની શરૂઆત થશે. આ પહેલાં 4 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ભારત-પાકિસ્તાન સહિત તમામ ટીમ વોર્મઅપ મેચ રમી રહી છે. આ ઉપરાંત વનડે વર્લ્ડકપમાં રમનારી તમામ 10 ટીમે પોતાની જર્સી લોન્ચ કરી છે.

સોશિયલ મીડિયા પર જર્સીનો ફોટો વાયરલ

હવે સોશિયલ મીડિયા પર વર્લ્ડકપ રમનારી તમામ ટીમની જર્સીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેથી સોશિયલ મીડિયા યૂઝર્સ વર્લ્ડકપ રમનારી ટીમની જર્સી પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.










ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમવામાં આવશે. જે બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ 11 ઓક્ટોબરે મેદાન પર ઉતરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દિલ્લીમાં રમવામાં આવશે. જે બાદ 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

  • Follow us on: