• બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
  • સાત્વિક રેંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડીએ જીત્યો ગોલ્ડ
  • ફાઈનલમાં ઇંગ્લેન્ડની જોડીને હરાવી 

CWG 2022માં બેડમિન્ટનમાં ભારતે સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ભારતના સાત્વિક રેંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની જોડીએ જીત્યો ગોલ્ડ મેડલ. ફાઈનલમાં ઇંગ્લેન્ડની જોડીને હરાવી ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. 

મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 11મો દિવસ છે. બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીત્યો છે. સાત્વિક-ચિરાગે ફાઈનલમાં ઈંગ્લેન્ડના લેન બેન અને સીન મેન્ડીને સીધી ગેમમાં 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સેમિફાઈનલ મેચમાં મલેશિયાના ચાન પેંગ સૂન અને તાન કિયાન મેંગ સેને 21-6, 21-15થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.


ભારતે રવિવારે કુલ 15 મેડલ જીત્યા

ભારતે ગેમ્સના 10મા દિવસે એટલે કે રવિવારે કુલ 15 મેડલ જીત્યા હતા. ત્યારબાદ 11માં દિવસે ભારતે ગોલ્ડ સાથે ખાતું ખોલાવ્યું હતું. દિવસની શરૂઆત પીવી સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત સાથે કરી હતી. ત્યારબાદ લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીતીને ભારતને દિવસનો બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતના 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ છે.

  • Follow us on: