- મેન્સ હોકીની ફાઈનલમાં ભારતની હાર
- ઓસ્ટ્રેલિયાએ ભારતને 7-0થી હરાવ્યું
- ભારતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઓસ્ટ્રેલિયાની મેન્સ હૉકી ટીમે ફાઈનલમાં ભારતને 7-0થી કારમો પરાજય આપીને સતત 7મી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયન ટીમે બે ગૉલ પેનલ્ટી કોર્નર પર કર્યા બાદ ભારતની ટીમ પર દબાણ વધી ગયુ હતુ. 6 વખતની કોમનવેલ્થ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે ફોરવર્ડ નાથન એફરોમ્સ અને જેકબ એન્ડરસને બે ગોલ ફટકાર્યા છે.
ફાઈનલમાં ભારતની કારમી હાર
CWG 2022ની ફાઈનલમાં ભારતની મેન્સ હોકી ટીમે હારનો સામનો કરવા પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 7-0થી હરાવી એકતરફી મુકાબલામાં રગદોળ્યું હતું. ભારતીય ટીમે અત્યંત નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને એક પણ ગોલ કરી શક્યું નહોતું. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમે સાત ગોલ કર્યા હતા અને ગોલ્સ પર કબજો જમાવ્યો હતો. ફાઈનલમાં ભારતની આ સૌથી ખર હાર હતી અને ટીમનું પ્રદર્શન પણ સામાન્ય કક્ષાનું રહ્યું હતું.

ખરાબ ડીફેન્સ- સામાન્ય કીપિંગ
કોમનવેલ્થ ગેમ્સમાં સતત સારું પ્રદર્શન કરી ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર સ્વીકારી લીધી હોય એમ દરેક હાલમાં ગોલ ખાધા હતા. ખાસ કરીને ટીમનું ડીફેન્સ અને કીપિંગ ખુબ જ ખરાબ રહી હતી. ફાઈનલમાં 7-૦થી હાર સાથે જ ભારતનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું પણ અધૂરું જ રહ્યું હતું અને ભારતીય ટીમે સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો.