- ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં ભારતને ગોલ્ડ મેડલ
- શરથ કમલે CWG 2022માં ચોથો મેડલ જીત્યો
- ફાઈનલમાં ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી જીત્યો ગોલ્ડ
CWG 2022માં ટેબલ ટેનિસમાં ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ગોલ્ડ મેડલ જીત્યો છે. શરથ કમલે CWG 2022માં ચોથો મેડલ પોતાને નામ કર્યો છે. ફાઈનલમાં ઈંગ્લેન્ડના ખેલાડીને 11-13, 11-7, 11-2, 11-6, 11-8થી હરાવી ગોલ્ડ જીત્યો હતો.
શરથ કમલનો બીજો ગોલ્ડ મેડલ
ભારતના અનુભવી ખેલાડી અચંત શરથ કમલે ટેબલ ટેનિસની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં અચંતે ઈંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને હરાવ્યો હતો. અચંતે આ મેચ 11-13, 11-7, 11-2, 11-6, 11-8થી જીતી હતી. વર્તમાન ગેમ્સમાં અચંત શરથ કમલનો આ બીજો ગોલ્ડ મેડલ હતો. તેમજ સિંગલ્સમાં બીજી વખત અચંતે કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો છે.
અચંતે આસાનીથી મેચ જીતી
અચંત શરથ કમલે હવે ત્રીજી ગેમ 11-2ના માર્જિનથી જીતીને મેચમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. અચંતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે અને તેણે આગામી બે ગેમ જીતીને મેચ જીતી લીધી છે. લિયામ પિચફોર્ડે અચંત શરથ કમલ સામેની પ્રથમ ગેમ 13-11થી જીતી હતી. આ પછી અચંત શરથ કમલે બીજી ગેમ 11-7થી જીતીને મેચ બરાબરી કરી લીધી હતી.

શરથ કમલે શાનદાર પ્રદર્શન કર્યું
40 વર્ષીય અચંત પહેલા જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં બે મેડલ જીતી ચૂક્યો છે. અચંત શરથ કમલ અને જી. સાથિયાને મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શરથ કમલ અને સાથિયાનને ઇંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલ અને લિયામ પિચફોર્ડે રોમાંચક મુકાબલામાં 8-11, 11-8, 11-3, 7-11, 11-4થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત અચંત શરથ કમલે ટેબલ ટેનિસમાં મિક્સ ડબલ્સમાં પણ ખિતાબ જીત્યો હતો. અચંત અને શ્રીજા અકુલાની જોડીએ ફાઇનલમાં મલેશિયાના જોવેન ચુંગ અને કેરેન લેનેને 11-4, 9-11, 11-5, 11-6થી પરાજય આપ્યો હતો.