• શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન ન આપ્યું
  • શિખર ધવનને મળ્યું સ્થાન
  • 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ શરૂ થશે

5 ઓક્ટોબરથી ICC વનડે વર્લ્ડકપ 2023 શરૂ થશે. આ વર્ષે આ ટૂર્નામેન્ટ ભારતમાં રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટના શિડ્યૂલની જાહેરાત બાદ એક્સપર્ટ અને ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે અનેક દિગ્ગજ ક્રિકેટરોએ ભવિષ્યવાણી કરી છે અને પોતાની મનપસંદ ટીમ પણ જણાવી છે.

સંજય માંજરેકરે બનાવી ટીમ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર સંજય માંજરેકર પણ એક્સપર્ટની આ યાદીમાં સામેલ થયા છે. સંજયે પણ વનડે વર્લ્ડકપ 2023 માટે પોતાની ભારતીય ટીમ બનાવી છે. માંજરેકરની વર્લ્ડકપની ટીમમાં ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ પણ ટીમનો ભાગ છે.

માંજરેકરે 15 સભ્યની ટીમ બનાવી

માંજરેકરે 15 સભ્યની ટીમમાં શિખર ધવનને સ્થાન આપ્યું છે, પરંતુ શ્રેયસ અય્યરને તક આપી નથી. મિડલ ઓર્ડર માટે માંજરેકરે વિરાટ કોહલી અને કેએલ રાહુલને પસંદ કર્યા છે. તેમણે ઈશાન કિશન અને સંજૂ સેમસનને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. પૂર્વ ક્રિકેટરની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.

કયા બોલરને ટીમમાં સ્થાન મળ્યું?

બોલરની વાત કરવામાં આવે તો, સંજય માંજરેકરે ટીમમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન આપ્યું છે. સાથે બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે.

સંજય માંજરેકરે પસંદ કરેલી ટીમ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન, પ્રસિદ્ધ કૃષ્ણા

  • Follow us on: