- 9 ખેલાડીઓને કરાશે રિલીઝ
- વિદેશી ખેલાડીઓ પણ થશે બહાર
- બેન સ્ટોક્સે CSK છોડ્યુ
IPLમાં આવ્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી બે સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. આગામી IPL માટે ટીમમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સના તેના ઘણા ખેલાડીઓને રિલીઝ કરીને હરાજીમાં નવા નામો માટે બોલી લગાવશે. સંજીવ ગોયંકાની માલિકીની લખનૌની ટીમ તેના 8 થી 9 ખેલાડીઓને રિલીઝ કરીને પર્સ ભરવાની યોજના બનાવી રહી છે. આના કારણે ટીમ પાસે આગામી હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે પૂરતી રકમ હશે. રિપોર્ટ્સ અનુસાર આ કામ નવા કોચ જસ્ટિન લેંગરના નેતૃત્વમાં કરવામાં આવશે.
આ ખેલાડીઓને કરાશે રિલીઝ
મળતી જાણકારી મુજબ મનન વોહરા, સૂર્યાંશ શેગડે, કર્ણ શર્મા અને સ્વપ્નિલ સિંહ લખનૌના એવા ખેલાડીઓમાં સામેલ છે જેમને રિલીઝ કરવામાં આવશે. જો કે અન્ય કયા ખેલાડીઓ બહાર થશે તે સંપૂર્ણ રીતે જાહેર થયું નથી. સુત્રોનુ માનીયે તો કેટલાક વિદેશી ખેલાડીઓ પણ બહાર થઈ શકે છે.
બેન્ચ સ્ટ્રેન્થમાં રહેલા ખેલાડીઓ ડ્રોપ આઉટ
મનન વોહરા પંજાબથી આવે છે અને ગયા વર્ષે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. સૂર્યાંશ શેગડેને રૂ. 20 લાખની મૂળ કિંમત સાથે ખરીદવામાં આવ્યો હતો. તે મુંબઈથી આવે છે. કર્ણ શર્મા પણ છેલ્લી બે સિઝનમાં વધુ રમી શક્યો ન હતો. તેણે માત્ર ત્રણ જ મેચ રમી છે, તેની બેઝ પ્રાઇઝ 50 લાખ છે.
ઓલરાઉન્ડર સ્વપ્નિલ ડોમેસ્ટિક ક્રિકેટમાં બે ટીમો બરોડા અને ઉત્તરાખંડ તરફથી રમી ચૂક્યો છે. ગયા વર્ષે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ હવે તેનું નામ રિલીઝ થનાર ખેલાડીઓમાં આવી રહ્યું છે. બેન્ચ સ્ટ્રેન્થમાં રહેલા ખેલાડીઓને ડ્રોપ આઉટ કરવાની તૈયારી ચાલી રહી છે.
આ મોટા ખેલાડીઓને રિલીઝ કરાયા
આ પહેલા બેન સ્ટોક્સે ચેન્નાઈ સુપર કિંગ્સ છોડવાની જાહેરાત કરી હતી. જો રૂટે રાજસ્થાન રોયલ્સને અલવિદા કહ્યું છે. શાર્દુલ ઠાકુરને KKR દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. RCB દ્વારા મયંક ડાગરની જગ્યાએ શાહબાઝ અહેમદને SRH સાથે ટ્રેડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સે દેવદત્ત પડિકલના બદલામાં અવેશ ખાનને સામેલ કર્યો છે.