- RCB એ આ ઓલરાઉન્ડરનો કર્યો ટ્રેડ
- RR એ પડિક્કલને છોડ્યો
- હાર્દિકની શું છે સ્થિતિ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10 ફ્રેન્ચાઈઝી માટે રિટેન કરેલ અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની અંતિમ તારીખ રવિવારે એટલે કે 26મી નવેમ્બરે પૂરી થઈ રહી છે અને ટ્રેડ વિન્ડો પણ આજે જ બંધ થઈ રહી છે. રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદીની જાહેરાત બાદ ટીમો ખેલાડીઓની હરાજી માટે વિગતવાર આયોજન શરૂ કરશે. હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે.
RCB-SRH વચ્ચે ખેલાડીઓ ટ્રેડ
રિટેંશનની ડેડલાઇન પહેલા રોમારિયો શેફર્ડને લખનઉ જાયન્ટ્સ પાસેથી મુંબઇ ઇન્ડિયન્સે 50 લાખમાં ખરીદી લીધો છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન દેવદત્ત પડિક્કલનો LSGના ફાસ્ટ બોલર આવેશ ખાન સાથે ટ્રેડ કરાયો છે. રોયલ ચેલેંજર્સ બેંગલોરે પણ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને સનરાઇઝર્સ હૈદરાબાદના મયંક ડાંગર સાથે ટ્રેડ કરવામાં આવ્યો છે.
RCB એ શાહબાઝ અહમદને IPL 2022 ના મેગા ઓક્શનમાં 2.4 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. શાહબાઝે IPL 2022માં ખુબ ધમાલ મચાવી હતી. તેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તે RCB ની કેટલીક મેચમાં જીત માટે મહત્વનો રહ્યો હતો. આ પ્રદર્શનના આધારે તેમણે ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવાની તક મળી હતી. પરંતુ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. IPL 2023માં પણ તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું.
સનરાઈઝર્સ હૈદરાબાદના મંયક ડાગરને IPL 2023માં થયેલી હરાજીમાં ખરીદ્યો હતો. SRH એ આ બોલિંગ ઓલરાઉન્ડર પર 1.8 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. મયંક માટે આ IPLની પ્રથમ સિઝન હતી. જોકે તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી.
હાર્દિક પંડ્યાની સ્થિતિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પણ ઘર વાપસી થઇ શકે છે. એવા અહેવાલો આવી રહ્યાં છે કે હાર્દિકને મુંબઇ પાછો લેવા માટે GT સાથે વાટાઘાટો કરી હતી અને હાર્દિક MI માં જવા માટે સંપૂર્ણ તૈયાર છે. જોકે આ મામલે બન્ને ફ્રેન્ચાઇઝીએ અધિકારીક પુષ્ટિ કરી નથી.
રિટેન્શનનું લાઇવ સ્ટ્રીમિંગ
IPL 2024 રીટેન્શનના લાઇવ સ્ટ્રીમિંગ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કેટલાક અહેવાલો અનુસાર, ડિજિટલ બ્રોડકાસ્ટર JioCinema પણ IST સાંજે 4 વાગ્યાથી એક વિશેષ શોનું આયોજન કરશે, પરંતુ તેની વિગતોની પુષ્ટિ કરાઇ નથી.
દુબઇમાં થશે ઓક્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નુ ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. આ પ્રથમ વખત છે જ્યારે આકર્ષક T20 લીગ માટે વિદેશમાં હરાજી યોજાશે. આગામી IPL સીઝન પહેલા તમામ 10 ફ્રેન્ચાઈઝી પોતપોતાની ટીમોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.