વિજય હજારે ટ્રોફીની છઠ્ઠી આવૃત્તિમાં 6 ડિસેમ્બરે બંગાળનો સામનો હૈદરાબાદ સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદની ટીમને પહેલા બેટિંગ કરવાની તક મળી. હૈદરાબાદના 21 વર્ષના ઓપનિંગ બેટ્સમેન અમન રાવ પેરાલાએ શાનદાર બેટિંગ કરી અને બેવડી સદી ફટકારી.


અમન રાવે 154 બોલમાં આ સદી પૂર્ણ કરી. તેની ઈનિંગને કારણે હૈદરાબાદની ટીમ 350 થી વધુ રન બનાવવામાં સફળ રહી.

અમન રાવ પેરાલાએ ચોગ્ગા અને છગ્ગાનો કર્યો વરસાદ

આ મેચમાં હૈદરાબાદ તરફથી ઈનિંગની શરૂઆત અમન રાવ પેરાલાએ કરી હતી. તેની સાથે રાહુલ સિંહે પણ શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ પહેલી વિકેટ માટે 104 રનની પાર્ટનરશીપ કરી. મેચની શરૂઆતથી જ અમન રાવ આક્રમક સ્થિતિમાં હતો. તેને બંગાળના મજબૂત બોલિંગ આક્રમણ સામે બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી. તેની ઈનિંગ દરમિયાન તેને 12 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 129.87 હતો. તેને બાઉન્ડ્રીથી તેની ઈનિંગમાં 126 રન બનાવ્યા.


અમન રાવ રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે

આ મેચમાં હૈદરાબાદ તરફથી અમન રાવ સિવાય રાહુલ સિંહે 54 બોલમાં 65 રન બનાવ્યા. તિલક વર્માએ પણ 45 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિકેટકીપર-બેટ્સમેન પ્રજ્ઞય રેડ્ડીએ 22 રનનું યોગદાન આપ્યું. અમનની ઈનિંગનો સૌથી સારો ભાગ એ હતો કે તેને પોતાની સદી અને બેવડી સદી 1 છગ્ગા સાથે પૂર્ણ કરી હતી.

અમન રાવને રાજસ્થાન રોયલ્સે IPL 2026ના મીની ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે આગામી IPL સીઝન પહેલા રાજસ્થાનને બીજો સુપરસ્ટાર મળ્યો છે. આ સીઝનમાં તેને રમવાની તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે.

બંગાળના બોલરોએ આપ્યા ઘણા રન

આ મેચમાં બંગાળના બોલરો ખૂબ મોંઘા સાબિત થયા. મોહમ્મદ શમી, આકાશ દીપ અને મુકેશ કુમાર જેવા બોલરોએ આ મેચમાં ઘણા રન આપ્યા. બંગાળ માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી, પરંતુ તેને 10 ઓવરમાં 70 રન આપ્યા. આકાશ દીપે 8 ઓવરમાં 78 રન આપ્યા અને મુકેશ કુમારે 7 ઓવરમાં 55 રન આપ્યા. આ મેચમાં શાહબાઝ અહેમદ અને રોહિત દાસે 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચો: IND U19 Vs SA U19: ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને જીતી સિરીઝ


  • Follow us on: