ભારતીય અંડર-19 ટીમે બીજી વનડેમાં સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમને 8 વિકેટથી હરાવી. આ મેચમાં ભારત માટે વૈભવ સૂર્યવંશી, અભિજ્ઞાન કુંડુ અને કિશન કુમાર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.


સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 245 રન બનાવ્યા. ત્યારબાદ ભારતે 2 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા. પછી વરસાદ આવ્યો અને ભારતને ડકવર્થ લુઈસ પદ્ધતિ મુજબ 174 રનનો ટાર્ગેટ મળ્યો. ભારતે કોઈપણ મુશ્કેલી વિના આ ટાર્ગેટનો પીછો કર્યો.

વૈભવ સૂર્યવંશીએ જોરદાર અડધી સદી ફટકારી

ભારતીય ટીમ માટે એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની શરૂઆત કરી. તેમને પહેલી વિકેટ માટે 67 રનની પાર્ટનરશીપ કરી, જેનાથી જીતનો પાયો નાખ્યો. વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી અને 24 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 1 ચોગ્ગો અને 10 છગ્ગા ફટકાર્યા. અભિજ્ઞાન કુંડુએ પણ જોરદાર બેટિંગ કરી, 42 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વેદાંત ત્રિવેદીએ 31 રન બનાવ્યા. બંને ખેલાડીઓ અંત સુધી અણનમ રહ્યા. સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમ માટે માઈકલ ક્રુઈસ્કમ્પે 2 વિકેટ લીધી, પરંતુ બાકીના બોલરો નિષ્ફળ રહ્યા.

સાઉથ આફ્રિકા તરફથી જેસન રોલ્સે ફટકારી સદી

સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 245 રન બનાવ્યા. જેસન રોલ્સે એક શક્તિશાળી ઈનિંગ રમીને ટીમનું નેતૃત્વ કર્યું. તેને 113 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ડેનિયલ બોસમેને પણ 31 રન બનાવ્યા. આ ખેલાડીઓએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

કિશન કુમાર સિંહે 4 વિકેટ લીધી

ભારતીય અંડર-19 ટીમ માટે કિશન કુમાર સિંહે શાનદાર બોલિંગ કરી. તેને 8.3 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ લીધી. આફ્રિકન બેટ્સમેનોને તેમની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. આરએસ અંબરીસે 2 વિકેટ લીધી, જ્યારે કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ અને દીપેશ દેવેન્દ્રને 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચો: Sydney ટેસ્ટમાં બેન સ્ટોક્સ અને માર્નસ લાબુશેન વચ્ચે થઈ જોરદાર બોલાચાલી



  • Follow us on: