રોહિત શર્મા થોડા દિવસોમાં ફરી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ધૂમ મચાવતો જોવા મળશે. ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં રોહિત શર્મા એક્શનમાં જોવા મળશે. તે પહેલા હિટમેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કેટલાક યુવા ફેને ગેરવર્તન કર્યું, જેના કારણે રોહિત શર્મા ગુસ્સે થયો. રોહિત સામાન્ય રીતે તેની ફની સ્ટાઈલ માટે જાણીતો છે અને તેના ફની વીડિયો ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. આ દરમિયાન રોહિત શર્માના ગુસ્સાએ બધા ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.
રોહિત શર્મા ફેન્સ પર થયો ગુસ્સે
રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે યુવાન ફેન તેની ચાલતી કાર પાસે આવ્યા. રોહિતે તેમનું સ્વાગત કરવા માટે કારમાંથી હાથ લંબાવ્યો. ત્યારબાદ ફેને રોહિત સાથે હાથ મિલાવ્યા અને તેને બહાર ખેંચીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. કાર ચાલુ હતી અને તેને આ રીતે બહાર કાઢવાથી ફેનને નુકસાન થઈ શક્યું હોત. પરિણામે રોહિતે ગુસ્સામાં કારની બારીઓ બંધ કરી દીધી અને ત્યાંથી જતો રહ્યો. તે ફેનને ચેતવણી આપતો જોવા મળ્યો કે આમ કરવાથી તેમને નુકસાન થઈ શકે છે.
વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્માએ મચાવી ધૂમ
રોહિત શર્મા લાંબા સમય પછી વિજય હજારે ટ્રોફીમાં પરત ફર્યો અને તેની પહેલી મેચમાં જ ધૂમ મચાવી દીધી. 24 ડિસેમ્બરે તેને સિક્કિમ સામે 155 રનની શાનદાર ઈનિંગ રમી. ઉત્તરાખંડ સામેની બીજી મેચમાં રોહિતનું બેટ નિષ્ફળ રહ્યું અને તે શૂન્ય રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. રોહિત વિજય હજારે ટ્રોફીમાં ફક્ત 2 મેચ રમ્યો.
રોહિત શર્મા 11 જાન્યુઆરીએ મેદાનમાં પરત ફરશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી મેચ વડોદરામાં રમાશે. આ મેચ રોહિતના મેદાનમાં પરચ ફરશે. બંને દેશો વચ્ચેની બીજી મેચ રાજકોટમાં અને ત્રીજી મેચ ઈન્દોરમાં રમાશે. ત્રણેય મેચમાં રોહિત શર્મા મોટો સ્કોર કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Shreyas Iyerને સ્ટાર ખેલાડીના અચાનક બહાર થવાથી મળી કેપ્ટનશીપ