પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરની છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અનાયા પહેલા એક છોકરો હતી અને તેનું નામ આર્યન હતું. થોડા વર્ષ પહેલા તેને જેન્ડર ચેન્જ કરાવ્યું અને તે છોકરી બની.


અત્યારે અનાયા બાંગર ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે પોતાની ઓળખાણ બનાવી રહી છે. આ દરમિયાન તેને ICC અને BCCIને ખાસ અપીલ કરતાં ફરી ક્રિકેટમાં પરત ફરવા દાવો કર્યો છે.

અનાયા બાંગરે BCCI અને ICC પાસે કરી માગ

ક્રિકેટની દુનિયામાં અનાયા નામ બનાવવા માગે છે. જેન્ડર ચેન્જ કર્યા પહેલા તે ક્રિકેટ રમતી જોવા મળતી હતી, પરંતુ હાલમાં તે ક્રિકેટ રમી શકતી નથી. જેના કારણે જ તેને BCCI અને ICCને અપીલ કરતાંવીડિયો બનાવીને કહ્યું છે કે 'હું પહેલીવાર આ રિપોર્ટ શેર કરવા માગું છું.' છેલ્લા એક વર્ષમાં જે પણ મેં અનુભવ કર્યો છે, તે એક સાઈન્ટિફિક રીતે રેકોર્ડ થઈ ગયો છે.


હવે આ BCCI અને ICCને મોકલવા માંગું છું, જેથી વાતચીત ડરના આધાર પર નહીં, પરંતુ સત્ય અને તથ્યો પર થાય. મારો હેતુ કોઈને હટાવવાનો નથી, પરંતુ બધા માટે જગ્યા બનાવવાનો છે.'

મેદાન પર પરત ફરવા માગે છે અનાયા બાંગર

અનાયા બાંગર યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન સાથે ક્રિકેટ રમી ચૂકી છે અને તેને વીડિયો કેપ્ટનમાં લખ્યું છે કે 'સાઈન્સ કહે છે કે હું મહિલા ક્રિકેટમાં સંપૂર્ણરીતે ફીટ છું. હવે સવાલ એ છે કે દુનિયા સત્ય સાંભળવા માટે તૈયાર છે?' જે સમયે સંજય બાંગર ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ હતા, તે સમયે અનાયા બાંગરે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ સાથે પણ અભ્યાસ કર્યો હતો. આ સિવાય તે ઈંગ્લેન્ડમાં રહીને કાઉન્ટી રમી રહેલા ખેલાડીઓ સાથે તે અભ્યાસ કરી ચૂકી છે.

  • Follow us on: