ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની ટીમ બંને ટીમો લીડ્સ ટેસ્ટની જોરદાર તૈયારીઓ કરી રહી છે. મેચ 20 જૂને હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ પર ફેન્સની નજર રહેલી છે કારણ કે પહેલીવાર યુવા કેપ્ટન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.


પરંતુ લીડ્સ વરસાદ પડતો રહે છે, આવામાં હવામાનની અસર મેચ પર જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે અને તેના કારણે મેચ પ્રભાવિત થશે કે નહીં.

વરસાદની હેડિંગ્લે ટેસ્ટ પર થશે અસર?

આ મેચ દરમિયાન લીડ્સના હવામાન વિશે વાત કરીયે તો વરસાદ ફેન્સની મજા ખરાબ કરવા માટે તૈયાર છે. સૌથી મોટો સવાલ એ છે કે વરસાદને કારણે આખી મેચ ખરાબ થશે કે પછી વરસાદની થોડી અસર થશે. એક્યૂવેધરના રિપોર્ટ મુજબ 20 થી 24 જૂન સુધી લીડ્સમાં કેવું રહેશે હવામાન, જાણો.

પહેલો દિવસ - મેચના પહેલા દિવસે 5 થી 10 ટકા વરસાદની આગાહી છે. આ દિવસે લીડ્સમાં તાપમાન 17 ડિગ્રી જ્યારે વધુમાં વધુ 31 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

બીજો દિવસ - મેચના બીજા દિવસે વરસાદની શક્યતા 60 ટકા છે, આ દિવસે લીડ્સનું તાપમાન પહેલા દિવસ જેવું જ રહેશે.

ત્રીજો દિવસ - પહેલા દિવસની જેમ ત્રીજા દિવસે પણ 5 થી 10 ટકા વરસાદની સંભાવના છે. પરંતુ આ દિવસે તાપમાન 12 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ત્રીજા દિવસે આખો દિવસ મેચ જોવા મળી શકે છે.

ચોથો દિવસ - મેચના ચોથા દિવસે બંને ટીમોને વરસાદ ખૂબ હેરાન કરી શકે છે. આ દિવસે 25-30 ટકા વરસાદ પડવાની સંભાવના છે. આ દિવસે લીડ્સનું તાપમાન 13 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી સુધી રહી શકે છે.

પાંચમો દિવસ - ચોથા દિવસની જેમ છેલ્લા દિવસે પણ લીડ્સમાં 25-30 ટકા વરસાદની સંભાવના છે. જ્યારે લીડ્સનું તાપમાન પણ ચોથા દિવસની જેવું જ રહેશે તેવું અનુમાન છે.

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નિતીશકુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.


  • Follow us on: