ભારતીય ટીમ ઈંગ્લેન્ડ ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 20 જૂને લીડ્સ રમાશે. ટીમ ઈન્ડિયા લાંબા સમય બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા વગર ટેસ્ટ મેચ રમશે.
લાંબા સમય સુધી આ બંને દિગ્ગજ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યા હતા. લાંબા સમય સુધી આ બંને ખેલાડીઓમાંથી કોઈ એક તો ટીમનો ભાગ રહેતો હતો. હેડિંગ્લે ટેસ્ટ મેચ પહેલા કેએલ રાહુલે દુ:ખી થઈને આ બંને દિગ્ગજોની ગેરહાજરી પર નિવેદન આપ્યું છે.
રોહિત-વિરાટના સંન્યાસ પર કેએલ રાહુલે કહી આ વાત
રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી બાદ ટીમ ઈન્ડિયા પહેલા કરતાં થોડી અસંતુલિત જોવા મળે છે. 2 દિગ્ગજોના ન હોવાને કારણે યુવા ખેલાડીઓ પર વધુ દબાવ જોવા મળશે. આ વિશે વાત કરતાં કેએલ રાહુલે કહ્યું કે, 'વિરાટ અને રોહિત છેલ્લા એક દાયકાથી વધુ ભારતીય ક્રિકેટમા સ્તંભ રહ્યા છે અને તેમના ન હોવાથી બહુ જ મોટી કમી રહેશે.'
મારા આખા કરિયરમાં, હું અત્યાર સુધી કોઈ પણ એવી ટીમમાં નથી ગયો, જ્યાં વિરાટ કે રોહિત ન હોય. મેં 50 થી વધુ ટેસ્ટ મેચ રમી છે, તેમાં વિરાટ અથના રોહિત બંનમાંથી કોઈ એક ટીમમાં રહ્યા જ છે.
યુવા ખેલાડીઓને લેવી પડશે જવાબદારી
દિગ્ગજોના ટીમમાંથી બહાર થવા પર હવે ટીમમાં સાઈ સુદર્શન અને અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં તક મળી છે. આવામાં આ ખેલાડીઓ પાસે પોતાની જગ્યા ટીમમાં પાક્કી કરવા માટે મોટી તક છે. તેના વિશે વાત કરતાં કેએલ રાહુલે કહ્યું કે 'તે ડ્રેસિંગ રૂમમાં જવું થોડું અજીબ લાગે છે, પરંતુ નિશ્ચિત રીતે તેમના નિર્ણયને સમ્માન મળવું જોઈએ. તેમને દેશ માટે પોતાનું બધું જ આપ્યું છએ અને તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ બની રહેશે, પરંતુ હવે સમય આવી ગયો છે કે અમે બધા આગળ જઈએ.'