IPLમાં એક સમયે કોચી ટસ્કર્સ કેરળ નામની એક ટીમ રમતી હતી. વિવાદોને કારણે આ ફ્રેન્ચાઈઝી અચાનક ગાયબ થઈ ગઈ. હવે આ ટીમનું નામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.


BCCIને કોચી ટસ્કર્સ કેરળ સાથે જોડાયેલા એક મામલામાં બોમ્બે હાઈ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અરજી ફગાવીને ફ્રેન્ચાઈઝીને 538 કરોડ રૂપિયા આપવાનો મોટો આદેશ આપ્યો છે.

BCCIને મોટો ઝટકો લાગ્યો

કોચી ટસ્કર્સ કેરળ એ IPL 2011 માં ભાગ લીધો હતો. પરંતુ ફ્રેન્ચાઈઝી આગામી સિઝનમાં જોવા મળી ન હતી, જેનું કારણ હતું કે BCCIએ આ ટીમનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો હતો. BCCIએ કહ્યું હતું કે ફ્રેન્ચાઈઝીએ બેંક ગેરંટી નથી ભરી. આ નિર્ણય સામે ફ્રેન્ચાઈઝીના માલિક રેન્ડેઝવસ સ્પોર્ટ્સ વર્લ્ડ અને કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ ટ્રિબ્યુનલ ગયા.

ફ્રેન્ચાઈઝીએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે સ્ટેડિયમની ઉપલબ્ધતા અને શેરધારકોની મંજૂરીને કારણે તેઓ બેંકને ગેરંટીના પૈસા ચૂકવી શક્યા ન હતા, પરંતુ BCCI માટે ઉતાવળમાં ટીમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવો યોગ્ય નથી.

ફ્રેન્ચાઈઝીની હકમાં આવ્યો નિર્ણય

જાન્યુઆરી 2012એ કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડે BCCIને પત્ર લખીને જણાવ્યું હતું કે તે આર્બિટ્રેશનમાં જશે. ટ્રિબ્યૂનલે BCCIની તમામ દલીલને ખારિજ કરીને જણાવ્યું કે બોર્ડની ટીમે કોન્ટ્રાક્ટ ખોટી રીતે રદ્દ કર્યો. આ સાથે જ BCCIને 18 ટકા વ્યાજ સહિત ટીમના માલિકોને 538 કરોડ રૂપિયા ચૂકવવાના હશે. પરંતુ હજુ પણ બીસીસીઆઈ પાસે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે. પરંતુ છેલ્લો નિર્ણય બોર્ડ જ કરશે. કોચી ટસ્કર્સ કેરળે આઈપીએલ 2011માં રમનારા ઘણા ખેલાડીઓને પૂરા પૈસા આજ સુધી આપ્યા નથી.


  • Follow us on: