T20 વર્લ્ડકપ 2026 માટે બધી ટીમો તૈયાર છે. આ વખતે 20 ટીમો વર્લ્ડકપમાં ભાગ લેશે. બધી ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આગામી વર્લ્ડકપનું આયોજન કરશે.
ભારત અને શ્રીલંકા સહિત અનેક દેશોએ તેમની ટીમોની જાહેરાત કરી છે. 14 જાન્યુઆરીએ કેનેડાએ પણ આગામી વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી, જેની કેપ્ટનશીપ ભારતીય મૂળના ખેલાડી કરશે.
પહેલી મેચ 9 ફેબ્રુઆરીએ રમશે ટીમ
T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે, પરંતુ કેનેડા તેનું અભિયાન 9 ફેબ્રુઆરીથી શરૂ કરશે. કેનેડાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જેમાં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને યુએઈનો સમાવેશ થાય છે. કેનેડા ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે રમશે. પહેલી જ મેચ ટીમ માટે એક લિટમસ ટેસ્ટ હશે.
ભારતીય મૂળનો ખેલાડી કેપ્ટન બન્યો
T20 વર્લ્ડકપમાં કેનેડાની કેપ્ટનશીપ 22 વર્ષનો ભારતીય મૂળના ખેલાડી દિલપ્રીત બાજવા કરશે. વધુમાં ભારતીય મૂળના ખેલાડીઓ જેમ કે અજયવીર હુન્ડલ, અંશ પટેલ, રવિંદરપાલ સિંહ, શિવમ શર્મા, શ્રેયસ મોવ્વા અને યુવરાજ સમરાને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
T20 વર્લ્ડકપ 2026 માટે કેનેડાની ટીમ
દિલપ્રીત બાજવા (કેપ્ટન), અજયવીર હુંદલ, અંશ પટેલ, દિલન હેલાઈગર, હર્ષ ઠાકર, જસકરણદીપ બુટ્ટર, કલીમ સના, કંવરપાલ તાથગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિરટન, રવિન્દરપાલ સિંહ, સાદ બિન ઝફર, શિવમ શર્મા, શ્રેયસ મોવ્વા, યુવરાજ સમરા.
આ પણ વાંચો: U19 World Cup 2026: અંડર-19 વર્લ્ડકપમાં રમશે વૈભવ સૂર્યવંશી, ભારતની મેચ કેટલા વાગ્યે શરૂ થશે?