રવિચંદ્રન અશ્વિને થોડા દિવસો પહેલા પોતાની યુટ્યુબ ચેનલ પર આવું નિવેદન આપ્યું હતું, જેના પછી તેની ચર્ચા ચારેબાજુ થઈ હતી. રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે સાઉથ આફ્રિકા ટીમના યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસને IPL 2025 સીઝનમાં રમવા માટે તેના કોન્ટ્રાક્ટ રકમ કરતાં વધુ રકમ મળી હતી.
ડેવાલ્ડ બ્રેવિસ IPLની છેલ્લી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે રમ્યો હતો, ત્યારબાદ હવે આ સમગ્ર મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પણ એક નિવેદન આવ્યું છે, જેમાં તેમને સ્પષ્ટ કર્યું છે કે ડેવાલ્ડ બ્રેવિસને IPL પ્લેયર રેગ્યુલેશન નિયમો મુજબ સાઈન કરવામાં આવ્યો હતો.
IPLના નિયમો મુજબ ડેવાલ્ડ બ્રેવિસ સાથે કર્યો છે કોન્ટ્રાક્ટ
આ સમગ્ર મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 દરમિયાન ડેવાલ્ડ બ્રેવિસને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સાઈન કરવાની પ્રક્રિયા દરમિયાન ફ્રેન્ચાઈઝ દ્વારા લેવામાં આવેલી તમામ કાર્યવાહી IPLના નિયમો મુજબ કરવામાં આવી હતી.
એપ્રિલ 2025 માં ડેવાલ્ડ બ્રેવિસને ઈજાગ્રસ્ત ગુર્જપનીત સિંહના રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે 2.2 કરોડ રૂપિયાની લીગ ફી માટે સાઈન કરવામાં આવ્યો હતો, જેને સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલા IPL 2025 ખેલાડીઓના ઓક્શનમાં 2.2 કરોડ રૂપિયામાં પસંદ કરવામાં આવ્યો હતો.
રવિચંદ્રન અશ્વિને આપ્યું આ નિવેદન
ડેવાલ્ડ બ્રેવિસને લઈને રવિચંદ્રન અશ્વિને આપેલા નિવેદનમાં તેને કહ્યું હતું કે જ્યારે કોઈ ખેલાડીને લાગે છે કે તેને આગામી સિઝનમાં રિલીઝ કરવામાં આવશે, ત્યારે તેને ઓક્શનમાં સારી રકમ મળશે. તેથી તેમનો વિચાર હતો કે તમે મને હમણાં સારી રકમ આપો નહીં તો હું આગામી સિઝનમાં વધુ પૈસા લઈશ. આ પરિસ્થિતિમાં તમે સમજી શકો છો કે હું શું કહેવા માગુ છું. તમને જણાવી દઈએ કે ડેવાલ્ડ બ્રેવિસે ખૂબ જ સારું પ્રદર્શન આઈપીએલ 2025 સીઝનમાં જોવા મળ્યું હતું.