ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી રહી નથી. એટલા માટે મોટાભાગના ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળશે. બુચી બાબુ ટુર્નામેન્ટ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બર સુધી ચાલશે.
પરંતુ હવે યુવા સ્પિનર આર સાઈ કિશોર ઈજાને કારણે બુચી બાબુ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ પ્રદોષ રંજન પોલને કેપ્ટનશીપની જવાબદારી મળી છે.
દુલીપ ટ્રોફી પહેલા સાઈ કિશોર થઈ શકે છે ફિટ
મીડિયા રિપોર્ટ મુજબ દુલીપ ટ્રોફી પહેલા આર સાઈ કિશોર સ્વસ્થ થઈ જાય તેવી શક્યતા ખૂબ જ વધારે છે. ચેન્નાઈમાં ફર્સ્ટ ડિવિઝન ક્લબ મેચ દરમિયાન શાહરૂખ ખાનના ફોલો-થ્રુ ડ્રાઈવને રોકતી વખતે સાઈ કિશોરને હાથમાં ઈજા થઈ હતી. તેની ગેરહાજરીમાં પ્રદોષ રંજન પોલ ટીએનસીએ પ્રેસિડેન્ટ XIનું નેતૃત્વ કરશે, જ્યારે સી આન્દ્રે સિદ્ધાર્થ વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. પ્રદોષ અગાઉ ટીએનસીએનો કેપ્ટન હતો. પરંતુ હવે શાહરૂખ ખાન તેમના સ્થાને ટીએનસીએની કેપ્ટનશીપ કરશે.
સાઈ કિશોરે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં કર્યું સારું પ્રદર્શન
સાઈ કિશોર છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પણ શાનદાર બોલિંગ કરી હતી અને સરે માટે 2 મેચમાં 11 વિકેટ લીધી હતી, જેમાં ડરહામ સામે 5 વિકેટનો સામેલ છે. ભારતીય અંડર-19 ટીમ માટે રમી ચૂકેલા ઓલરાઉન્ડર એએસ અંબરીશ અને ડી દીપેશને તમિલનાડુની બે બુચી બાબુ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બંને ટીમોની ટીમ:
ટીએનસીએ પ્રેસિડેન્ટ XI: પ્રદોષ રંજન પૌલ (કેપ્ટન), સી આન્દ્રે સિદ્ધાર્થ (વાઈસ કેપ્ટન), બાબા ઈન્દ્રજીથ, વિજય શંકર, આર વિમલ ખુમર, એસ રાધાકૃષ્ણન, એસ લોકેશ્વર, જી અજિતેશ, જે હેમાચુદેસન, આરએસ અંબરીશ, સીવી અચ્યુત, એચ ત્રિલોક નાગ, પી સરવન કુમાર, પી વિદ્યુત અને કે અભિનવ.
TNCA XI: શાહરૂખ ખાન (કેપ્ટન), બૂપતિ વૈષ્ણા કુમાર (વાઈસ કેપ્ટન), બી સચિન, એમ સિદ્ધાર્થ, તુષાર રાહેજા, કિરણ કાર્તિકેયન, એસ મોહમ્મદ અલી, એસ રિતિક ઈસ્વરન, એસઆર આતિશ, એસ લક્ષ્ય જૈન, ડીટી ચંદ્રશેખર, પી વિગ્નેશ, આર સોનૂ યાદવ, ડી દીપેશ, જે પ્રેમ કુમાર, એ એસાક્કીમુથુ અને ટીડી લોકેશ રાજ.