ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. આ પછી સારા તેંડુલકરે પણ સારા સમાચાર આપ્યા છે, તેને મુંબઈમાં પિલેટ્સ એકેડેમી ખોલી છે. તેનું ઓપનિંગ સગાઈ પછી થયું હતું.
આ ઓપનિંગમાં સચિન તેંડુલકર, તેની પત્ની અને સાનિયા ચંડોક પણ જોવા મળ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે સચિન અને સાનિયા કોઈ ફોટામાં જોવા મળ્યા છે.
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે મુંબઈમાં પિલેટ્સ એકેડેમી ખોલી હતી, જેની પહેલા દુબઈમાં પણ શાખા હતી. તેમને મુંબઈના અંધેરીમાં આ એકેડેમી ખોલી છે. તમને જણાવી દઈએ કે પિલેટ્સ એકેડેમીમાં શરીરના મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પિલેટ્સ એક વ્યાયામ પ્રણાલી છે જે શરીર અને મન વચ્ચેના જોડાણ પર ભાર મૂકે છે.
ગ્રીન કલરના સૂટમાં જોવા મળી સાનિયા ચંડોક
મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈ એક પ્રાઈવેટ સેરેમનીમાં થઈ છે, તેને મીડિયાથી દૂર રાખવામાં આવી હતી. 12 ઓગસ્ટના રોજ થયેલી સગાઈના સમાચાર બુધવારે બહાર આવ્યા હતા, સગાઈનો ફોટો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
સગાઈમાં ફક્ત નજીકના પરિવારના સંબંધીઓ અને બંનેના કેટલાક મિત્રો જ હાજર રહ્યા હતા. સગાઈ પછી સચિન અને તેની ભાવિ પુત્રવધૂ સાનિયા પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. સચિન તેંડુલકરે નારિયેળ ફોડીને સારા તેંડુલકરની એકેડેમીનું ઓપનિંગ કર્યું. આ વીડિયોમાં અંજલિ તેંડુલકર, સારા તેંડુલકર અને સાનિયા ચંડોક પણ ગ્રીન કલરના સૂટમાં સચિનની પાછળ જોવા મળે છે.
કોણ છે સાનિયા ચંડોક?
સાનિયા અર્જુન બાળપણની મિત્ર છે, સાનિયા સારાની સારી મિત્ર પણ છે. સાનિયા મુંબઈના એક મોટા ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે, તે રવિ ઘાઈ (ઈન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરીના માલિક) ની પૌત્રી છે. સાનિયાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તે પોતે મુંબઈમાં પેટ સ્પા સલૂન ચલાવે છે.