ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી માટે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડની ધરતી પર રમાઈ રહી છે. આ સિરીઝની શરુઆત 20 જૂનથી થઈ હતી અને પહેલી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 0-1થી પાછળ છે. હવે બીજી ટેસ્ટ 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે, જેને જીતીને ટીમ ઈન્ડિયા શુભમન ગિલની કેપ્ટનશીપમાં સિરીઝને 1-1થી બરાબરી કરવા માંગશે.
ફેન્સ પણ બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા માટે આતુર છે પરંતુ તેમના માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે બર્મિંઘમમાં હવામાનના કેટલાક ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ વરસાદ પડવાની શક્યતા છે. તમને જણાવી દઈએ બીજી ટેસ્ટ મેચના પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની કેટલી શક્યતા છે.
બર્મિંઘમ ટેસ્ટમાં ત્રણ દિવસ વરસાદ બગાડી શકે છે મજા
2 જુલાઈથી બર્મિંઘમમાં શરૂ થનાર ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટમાં પાંચમાંથી ત્રણ દિવસ વરસાદ થવાની સંભાવના છે. એક્યૂવેધર મુજબ બુધવારે બર્મિંઘમમાં શરૂ થનારી મેચમાં પહેલા દિવસે વરસાદ વિલન બની શકે છે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે વરસાદ પડવાની શક્યતા નહીવત્ છે. પરંતુ ચોથા અને પાંચમાં દિવસે વરસાદ આવી શકે છે અને આ કારણે મેચની મજા ખરાબ થઈ શકે છે.
2 જુલાઈ - આંશિક રૂપે વાદળ છવાયેલા રહેશે અને થોડી થોડી વારે વરસાદ અને ભારે પવનની સંભાવના.
3 જુલાઈ - આંશિક રૂપે ગરમી અને સાથે થોડા પવનની સંભાવના.
4 જુલાઈ - ગરમી સાથે તડકો, પરંતુ વાદળો છવાયેલા રહેશે.
5 જુલાઈ - સવારે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની સંભાવના, બપોરે વરસાદની સંભાવના નહિવત્
6 જુલાઈ - આખો દિવસ વાદળછાયાં વાતાવરણ સાથે સવારે વરસાદની સંભાવના.
જાણો કેટલું રહેશે તાપમાન
પહેલો દિવસ - 10 ડિગ્રીથી 21 સેલસિયસ સુધી તાપમાન - 24 ટકા વરસાદની સંભાવના
બીજો દિવસ - 14 ડિગ્રીથી 23 સેલસિયસ સુધી તાપમાન - 3 ટકા વરસાદની સંભાવના
ત્રીજો દિવસ - 14 ડિગ્રીથી 23 સેલસિયસ સુધી તાપમાન - 4 ટકા વરસાદની સંભાવના
ચોથો દિવસ - 14 ડિગ્રીથી 23 સેલસિયસ સુધી તાપમાન - 38 ટકા વરસાદની સંભાવના
પાંચમો દિવસ - 14 ડિગ્રીથી 23 સેલસિયસ સુધી તાપમાન - 41 ટકા વરસાદની સંભાવના