ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. સારા સમાચાર એ છે કે જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ખાતે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોશેટે આ માહિતી આપી છે.


એવું માનવામાં આવી રહ્યું હતું કે વર્કલોડને કારણે બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. પરંતુ પહેલી ટેસ્ટમાં હારના કારણે ટીમ મેનેજમેન્ટે બુમરાહને એજબેસ્ટનમાં રમવાનો નિર્ણય લીધો છે.

બુમરાહ હશે પ્લેઈંગ 11નો ભાગ

એજબેસ્ટન ખાતે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ટીમનો ભાગ હશે. ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોશેટે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બુમરાહ બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. તેને કહ્યું કે "બુમરાહ રમવા માટે તૈયાર છે. જેમ મેં પહેલા કહ્યું હતું, આપણે જોવું પડશે કે આપણે તેને કેવી રીતે મેનેજ કરી શકીશું. જો અમને લાગે કે તેને પ્લેઈંગ 11 ટીમનો ભાગ બનવું જોઈએ, તો અમે આને લઈને છેલ્લી ઘડીએ નિર્ણય લઈશું.


અમે હજુ પણ પિચ વિશે વાત કરી રહ્યા છીએ. અમે ગઈકાલે અને આજે બુમરાહને ટ્રેનિંગ આપતા જોયો. એવું નથી કે તે રમવા માટે યોગ્ય નથી, પરંતુ આપણે વસ્તુઓનું યોગ્ય રીતે મેનેજ કરવું પડશે જેથી આપણે બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ."

એજબેસ્ટનમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?

ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ એજબેસ્ટનમાં ખૂબ જ શરમજનક રહ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ટીમ ઈન્ડિયા આજ સુધી એજબેસ્ટનમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. જીતની વાત તો ભૂલી જાવ, ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટેસ્ટ મેચ 1986માં ડ્રો કરી હતી. ભારતીય ટીમે આ મેદાન પર અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે, જેમાંથી 7માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે એજબેસ્ટનમાં વિજયનો ધ્વજ લહેરાવવો એ હજુ પણ ટીમ ઈન્ડિયા માટે એક સ્વપ્ન છે.

શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને પહેલી ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ સદી ફટકારવા છતાં ટીમ ઈન્ડિયાને હેડિંગ્લીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: